ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ચોંકવનારી બાબત એ છે કે, ભાજપે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને આ બેઠકો પર ટિકિટ આપી છે. ભાજપે છેલ્લા ત્રણ મહિનામાં કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારોને પેટાચૂંટણીમાં ટિકિટ આપી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામા આવી છે. જે બતાવે છે કે ભાજપે આખરે વચન પાળ્યું છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે. ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭મી મેએ લોકસભાની ચૂંટણી યોજાશે. તો ૪ જૂને મતગણતરી થશે.
આ સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામા આવી છે. ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. વિસાવદર બેઠકનો મામલો કાયદાકીય દાવપેચમાં ગૂંચવાયેલો હોવાથી આ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરાઈ નથી. બીજી તરફ, ચૂંટણીની જાહેરાત છતાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ બાકી છે. કોંગ્રેસનું કોકડું હજી સુધી ગૂંચવાયેલું છે. સૌરાષ્ટ્રની ૩ સહિત ૭ બેઠક પર કોકડું ગૂંચવાયું છે. કોંગ્રેસે ૭ બેઠકો પર હજુ પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં ઉમેદવાર જાહેર નથી કર્યા, તો વડોદરા અને અમદાવાદ પૂર્વમાં ઉમેદવારની જાહેરાત પણ બાકી છે. નવસારીમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેરાત બાકી છે. આ માટે કોંગ્રેસની ઝ્રઈઝ્ર બેઠકમાં ઉમેદવારોના નામ પર મહોર લાગશે. આવતીકાલે કોંગ્રેસની ઝ્રઈઝ્ર બેઠક મળશે. એક તરફ ભાજપે પેટાચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે, ત્યારે કોંગ્રેસના હજી કોઈ ઠેકાણા નથી દેખાતા.
Recent Comments