ભાજપ પાસે શાળાઓ અને હોસ્પિટલો બનાવવા માટે પૈસા નથી, પરંતુ ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયા છે: ઈસુદાન ગઢવીભાજપ ચૂંટણીમાં કરોડોનો ખર્ચો કરે છે, પરંતુ કર્મચારીઓને પૂરતો પગાર આપવા માટે તેમની પાસે પૈસા નથી: ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ચૂંટણી પંચમાં ભાજપે 2022ની ચૂંટણીને લઈને વિગતો રજૂ કરી છે. જે અનુસાર, 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 209 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. આ ખર્ચો ઓફિશિયલ ખર્ચો છે, તો અનઓફિસિયલી કેટલા કરોડનો ખર્ચો કર્યો હશે?
ભાજપ પાસે શાળાઓ બનાવવા માટેના પૈસા નથી, હોસ્પિટલો બનાવવા માટેના પૈસા નથી, શહીદો માટે એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવા માટે પૈસા નથી અને ખેડૂતોના દેવા માફ કરવા માટે પૈસા નથી. પરંતુ ચૂંટણી લડવા માટે ભાજપ પાસે કરોડો રૂપિયા છે.કર્મચારીઓને પૂરતો પગાર નથી આપી શકતા, આઉટસોર્સિંગના કર્મચારીઓ પગારની રાહ જુએ છે, LRDના વેઇટિંગ કરનાર લોકો રાહ જોઈ રહ્યા છે, ભરતીના લોકો ભરતી શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે અને શિક્ષા વીર લાવીને શિક્ષકોની પણ મજાક ઉડાવવામાં આવી રહી છે. આ બધા માટે ભાજપ પાસે પૈસા નથી, પરંતુ ભાજપને ચૂંટણી લડવા માટે પૈસા મળી જાય છે એ હકીકત છે.
Recent Comments