ભાજપે ભવાનીપુર પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને હાર મળી હતી અને ત્યાર બાદ ૬ મહિનાની અંદર વિધાનસભા પહોંચવું તેમના માટે જરૂરી બની ગયું હતું. ૨ મેના રોજ આવેલા બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તેમના જૂના સાથી શુભેંદુ અધિકારીએ તેમને પરાજિત કર્યા હતા. ત્યાર બાદ તેઓ પાર્ટી તરફથી ભવાનીપુર પેટા ચૂંટણીમાં લડી રહ્યા છે. મમતા બેનર્જી સામે ભાજપ તરફથી લડી રહેલા પ્રિયંકા ટિબરેવાલ વ્યવસાયે વકીલ છે અને ભાજપ યુવા મોરચામાં ઉપાધ્યક્ષ પણ છે. તેઓ ૨૦૧૪માં પાર્ટીમાં જાેડાયા હતા અને સાંસદ બાબુલ સુપ્રિયોના લીડલ એડવાઈઝર પણ રહી ચુક્યા છે. ભાજપે ભવાનીપુર પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને હરદીપ પુરીનું નામ સામેલ છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આગામી ભવાનીપુર પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) તરફથી મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે.
૩૦ સપ્ટેમ્બરના રોજ યોજાનારી પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીની સામે ભાજપે પ્રિયંકા ટિબરેવાલને ઉતાર્યા છે. મમતા બેનર્જીએ ગત રોજ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી હતી. મમતા બેનર્જીના એફિડેવિટ પ્રમાણે તેમના પાસે માત્ર ૬૯,૨૫૫ રૂપિયા કેશ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામ વિધાનસભા ચૂંટણી પહેલા આ એફિડેવિટ ભર્યું હતું. તેમાં તેમણે પોતાના એક બેંક ખાતામાં ૧૨,૦૨,૩૫૬ રૂપિયા જમા દેખાડ્યા હતા. સાથે જ કુલ બેંક બેલેન્સ ૧૩,૫૩,૩૫૬ રૂપિયા દેખાડવામાં આવ્યું છે. મમતા બેનર્જી પાસે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ તરીકે ૧૮,૪૯૦ રૂપિયા છે. જ્યારે ઘરેણાંની વાત કરીએ તો ૯ ગ્રામની જ્વેલરી છે જેની માર્કેટ કિંમત ૪૩,૮૩૭ રૂપિયા છે.
Recent Comments