ગુજરાત

ભાજપે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે ””અબકી બાર ૪૦૦ પાર’ નો નવો નારો આપ્યોભાજપ દરેક લોકસભા મતવિસ્તાર માટે એક લોકસભા પ્રભારી અને લોકસભા કન્વીનર બનાવશે

ભારતીય જનતા પાર્ટીએ ર્નિણય કર્યો છે કે જે પણ લોકસભા કન્વીનર બનશે તે ચૂંટણી નહીં લડે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ જાેઇનિંગ ટીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, એવા રાજ્યોમાં ક્લસ્ટર બનાવવામાં આવશે નહીં જ્યાં માત્ર ૪ કે ૫ લોકસભા બેઠકો છે. દરેક રાજ્યની ૩-૪ લોકસભા બેઠકોને જાેડીને એક ક્લસ્ટર બનાવવામાં આવશે. ભાજપ જેને લોકસભાના કન્વીનર તરીકે નિયુક્ત કરશે તે ચૂંટણી લડશે નહીં.

ભારતીય જનતા પાર્ટી ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે સતત મોટી યોજનાઓ બનાવી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ નક્કી કર્યું કે દરેક લોકસભા મતવિસ્તાર માટે એક લોકસભા પ્રભારી અને લોકસભા કન્વીનર બનાવવામાં આવશે. આ સિવાય પાર્ટી બૂથ સ્તર પર છેલ્લી ત્રણ ચૂંટણીઓનું વિશ્લેષણ કરશે અને દરેક રાજ્યમાં ૩-૪ લોકસભા સીટોને જાેડીને એક ક્લસ્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમના માટે અલગથી ક્લસ્ટર ઈન્ચાર્જ પણ બનાવવામાં આવશે. આ ર્નિણયોમાં સૌથી મોટી વાત એ છે કે જે પણ લોકસભા કન્વીનર બનશે તે ચૂંટણી નહીં લડે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ જાેઇનિંગ ટીમ બનાવવામાં આવશે.

આ ઉપરાંત, એવા રાજ્યોમાં ક્લસ્ટર બનાવવામાં આવશે નહીં જ્યાં માત્ર ૪ કે ૫ લોકસભા બેઠકો છે. પાર્ટી અધ્યક્ષ, ગૃહમંત્રી, રક્ષા મંત્રી ક્લસ્ટર માઈગ્રેશન અંતર્ગત બેઠક યોજશે. લોકસભામાં તેમની મુલાકાત અને બેઠક માટે વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાશે. વિધાનસભામાં રહેવા માટે રાજ્યના નેતાઓ પર ફરજ લાદવામાં આવશે. લોકસભા ચૂંટણી કાર્યાલય ૩૦ જાન્યુઆરી પહેલા શરૂ થઈ જશે. આ સિવાય સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મને મજબૂત બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દરેક રાજ્યમાં ૫૦ સ્થળોએ યુવા, મહિલા, એસસી, એસટી સંમેલનનું આયોજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભાજપે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે ””અબકી બાર ૪૦૦ પાર’ નો નવો નારો આપ્યો છે. એવામાં બીજેપી એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી ને લક્ષ્ય પ્રાપ્ત કરવા રણનીતિ ઘડી પોતાના કાર્યકર્તા અને નેતાઓ ને નિર્દેશ આપ્યા તો તે જ સમયે, ઇન્ડિયા ગઠબંધન પણ નિયમિત બેઠકો યોજી રહ્યું છે. જાેકે સીટ શેરિંગ અને પીએમ પદ માટેના ચહેરાને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

Related Posts