fbpx
ગુજરાત

ભાજપે ૨૮૩ સભ્યોની જમ્બો કારોબારી જાહેર કરીઃ મુખ્યમંત્રી-ના.મુખ્યમંત્રીનો સમાવેશ

આજરોજ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજરોજ પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરી છે. જેમાં ૭૯ પ્રદેશ કારોબારીના સભ્યો જ્યારે પ્રદેશ આમંત્રિત ૧૫૧ સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યોમાં ૫૩ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તકે જાે વાત કરવામાં આવે તો પ્રદેશ કારોબારીમાં આ.કે.જાડેજા, શંભૂનાથ ટુન્ડિયા, અમિત ઠાકર, પૂનમ માડમ, હર્ષ સંઘવી, સંગીતા પાટીલ, ગૌતમ શાહ, ભાનુ બાબરીયા, પૂર્વ મેયર ગૌતમ શાહ, પૂર્વ મેયર બિજલ પટેલ, મહેન્દ્ર મશરૂ, નીતિન ભારદ્વાજ અને મનીષા વકીલ સહિત ૭૯ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રદેશ આમંત્રિતમાં સાંસદ રાજેશ ચુડાસમા, આત્મારામ પરમાર, દેવુસિંહ ચૌહાણ, બળવંતસિંહ રાજપુત, તારાચંદ છેડા, શબ્દશરણ બ્રમ્હભટ્ટ, દર્શના જરદોશ સહિત ૧૫૧ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વિશેષ આમંત્રિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પરસોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, સૌરભ પટેલ, આર સી ફળદુ, જીતુ વાઘાણી, મનસુખ માંડવીયા, ગણપત વસાવા સહિતના ૫૩ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપે જાહેર કરેલા પ્રદેશ કારોબારીના સભ્યોમાં ખાસ કરીને અમદાવાદમાંથી ૮ અને રાજકોટમાંથી ૪ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આશ્ચર્યની બાબત એ છે કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પદે નિમણૂંક થયેલા પ્રશાંત કોરાટના માતા જશુમતિબેન કોરાટનો પણ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ભાજપના પ્રદેશ માળખામાં માતા પુત્ર બંને સામેલ થયાં છે.

Follow Me:

Related Posts