ગુજરાત

ભાજપ અગ્રણીના ભત્રીજાની જાહેરમાં જન્મદિવસની ઉજવણી મુદ્દે પોલીસે ૭ની ધરપકડ કરી

સુરતમાં કોરોના સમયે જહેમ કોઈ પણ કાર્યક્રમ નહી યોજવાના આદેશ વચ્ચે રાજકીય આગેવાન દ્વારા જાહેરમાં જન્મદિવસ પર પ્રતિબંધ વચ્ચે કોરોના સમયે દિવસની ઊજાણી કરી સાથે સાથે કોરોના ગાઈડ લાઇનના પણ ધજાગરા ઉડાડ્યા હતા. આ જન્મ દિવસની ઉજાણીમાં બાળકો સાથે રાખીને બાળકોનાં જીવ પણ મૂશ્કેલીમાં મૂક્યા હોવાનો મામલે સામે આવ્યો છે. જાેકે આ રાજકીય આગેવાનના જન્મદિવસની ઉજવણીનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી બર્થ ડે બોય જમીન દલાલ, સહિત તેના ૭ મિત્રોની ધરપકડ કરી છે

સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજાણી પર પોલીસ વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સાથે સાથે કોરોના મહામારી વચ્ચે જાહેરમાં કોઈ પણ કાર્યકમ પર હાલમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે સુરતમાં રાજકીય પાર્ટી સાથે જાેડાયેલા લોકો આ નિયમો છાસવારે તોડતા હોય છે.

ત્યારે ભાજપના શહેર સંગઠન મંત્રી પ્રદીપ સિંહ રાજપૂતના ભત્રીજાએ રાજકીય પાર્ટીમાં આગેવાન છે તેનો ગતરોજ જન્મ દિવસ હોવાને લઈને ભેસ્તાન ખાતે પોતાના ઘર નજીક મિત્રો સાથે જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરી પોલીસ કમિશનરના જાહેર નામનો ભંગ કર્યો છે સાથે સાથે કોરોના કાળમાં હાજરમાં અનેક લોકોને એકત્ર કરી માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને જન્મ દિવસની ઉજાણી કરી હતી.

Related Posts