ભાજપ આગેવાનનો પીજીવીસીએલના અધિકારી પર હુમલો કર્યો. ભાજપના આગેવાન એવા ધીરુભાઈએ આ હુમલો પીજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર પર કર્યો હતો. ઘરમાં ચેકિંગ કરવામાં આવતા તેમને આ હુમલો કર્યો હતો. ચેકિંગ કરતા ધીરુભાઈએ માર માર્યો હોવાની વિગતો સામે આવી છે. ઈજાગ્રસ્ત અધિકારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજકોટમાં કર્મચારીએ આ અંગેની વિગતો જણાવતા કહ્યું હતું કે, રાજકોટ જિલ્લાના મોવિયા ગામમાં આ પ્રકારની ઘટના બની હતી. જે ઘરે ચેકિંગ કર્યું ત્યાં સ્પસ્ટ વિજ ચોરી પકડાઈ હતી જેથી આ રીતે કાર્યવાહી હાથ ધરતા હતા એક ધીરુભાઈ કરીને એક વ્યક્તિ આવી ગયા અને ત્યાં ધોલધપાટ ભેગા થયેલા ટોળા દ્વારા કરવામાં આવી હતી. લાકડી ટોળામાંથી કોઈ ઉગામતા તેમને આ લાકડી પકડી લીધી અને ત્યાંથી જીવ બચાવીને નિકળી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.
આંખમાં લોહી જામી જવું, ડાબા કાનમાં બહેરાશ જેવો અહેસાસ થવો અને કપાળના ભાગે લિસોટા પડી ગયા છે જેથી મુઢ માર મારવામાં આવતા આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આમ અધિકારી પર હુમલો કરવાનો મામલો આજે સામે આવ્યો હતો.


















Recent Comments