રાષ્ટ્રીય

ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો- નાયબ મુખ્યપ્રધાનોની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધાના કામોની પ્રશંસા કરી

શનિવારે ભાજપના મુખ્યાલયમાં ભાજપ શાસિત મુખ્ય પ્રધાનો-નાયબ મુખ્યપ્રધાનોની પરિષદનું પ્રથમ સત્ર યોજાયું હતું. પીએમ મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે પીએમ મોદીની આ બેઠક લગભગ ૩.૩૦ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભાજપ શાસિત ૧૩ રાજ્યોના મુખ્ય પ્રધાન અને ૩ દ્ગડ્ઢછ શાસિત રાજ્યોના નાયબ મુખ્ય પ્રધાને ભાગ લીધો હતો. આ તમામ મુખ્ય પ્રધાનોએ પોતપોતાના રાજ્યોમાં થઈ રહેલા સારા વિકાસના લોકોપયોગી કામો અને કેન્દ્રીય યોજનાઓના વધુ સારા અમલીકરણ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ કેન્દ્રીય યોજનાઓને સુચારૂ રીતે અમલમાં મૂકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોના કામ કરાવાની પ્રશંસા કરી હતી અને તાજેતરમાં યોજાયેલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ અંગે ઉપલબ્ધ ડેટાને ટાંકીને તેમનું મનોબળ વધાર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, પાર્ટીએ લોકસભા અને વિધાનસભાની બંને ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને કોઈપણ રીતે નાહિંમત થવાની જરૂર નથી. મીટિંગમાં આપવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં કહેવામાં આવ્યું હતું કે અયોધ્યા, કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈન મહાકાલ કોરિડોરની તર્જ પર અન્ય રાજ્યોમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્થાનના કાર્યક્રમો લાગુ કરવા પર ભાર મૂકવો જાેઈએ. આ માટે તમામ રાજ્યોએ પોતપોતાના વિસ્તારોમાં યોજનાઓ બનાવવી જાેઈએ અને પ્રાચીન અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોના સમારકામ અને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જાેઈએ.

Follow Me:

Related Posts