ભાજપ કિસાન મોરચા દ્વારાikhedut પોર્ટલ અપડેટ કરી પેપરલેસ બનાવવા રજૂઆત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના સ્વપ્ન મુજબ દેશ ડિજિટલ ક્રાંતિ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. વિશ્વના દેશો આજે ભારતની ટેકનોલોજી અપનાવવા માટે આતુર છે ત્યારે ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અરજીઓ કરવી પડે છે. આ માટે ગુજરાત ભાજપ કિસાન મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કૃષિમંત્રી શ્રી રાધવજીભાઇ પટેલને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિતેષભાઇ પટેલ તથા પ્રદેશ મહામંત્રી શ્રી સરદારભાઇ ચૌધરી, પ્રદેશ મહામંત્રી શ્રી હિરેન હિરપરા અને પ્રદેશ હોદ્દેદારો દ્વારા ikhedut પોર્ટલ અપડેટ કરવા રજૂઆત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર કુદરતી આપત્તિઓ વખતે ખૂબ મોટા પાયે સહાય જાહેર કરે અથવા ટેકાના ભાવથી ખરીદી કરે ત્યારે પણ નોંધણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. આવા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે કર્ણાટકમાં તત્કાલીન ભાજપ સરકારે ૨૦૧૮માં FRUITS નામથી ખેડૂતોનો ડેટાબેઝ બનાવી તેમને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપેલ છે. જે ખેડૂતોને લગતી દરેક યોજનાઓ, મહેસુલ કે અન્ય સરકારી લાભોમાં લિંક થયેલ હોય છે. જેના પરિણામે ખેડૂતોને વારંવાર અરજીઓ કરવામાંથી મુક્તિ મળે છે. જેથી તેમનો સમય અને ખર્ચ બચે છે, તેમજ સરકારી કચેરીઓનો પણ સમય અને ખર્ચ બચે છે. આપણા રાજ્યમાં પણ આ પ્રકારે ડેટાબેઝ તૈયાર કરવામાં આવે તો લાખો ખેડૂતોને અને સરકારને ખૂબ લાભદાયી થઈ શકે તેમ છે. આપણી પાસે ikhedut પોર્ટલ છે જેનો ઉપયોગ ફક્ત સહાયો પૂરતો જ થાય છે. આ પોર્ટલમાં જ બીજા મોડ્યૂલ ઉમેરી યુનિક ikhedut id આપી શકાય એમ છે.
- MSP ખરીદીમાં ઉપયોગી
આ સુવિધાથી અગાઉથી જ પાણી પત્રક ઓનલાઇન ભરાઇ જશે જેથી MSP થી ખરીદીમાં ભ્રષ્ટાચારને ટાળી શકાશે અને પારદર્શક રીતે ખરીદી થઇ શકશે તેમજ ખેડૂતોને વારંવાર નોંધણી કરવાની જરૂર પણ નહિ રહે.
- આધાર સિડિંગ
આધાર કાર્ડ સાથે યુનિક id ને લિંક કરવાથી આપમેળે બેંક ખાતું પણ લિંક થઇ જશે જેથી DBT ના
માધ્યમથી સરકારી લાભો પહોંચી સરળતાથી અને પારદર્શક રીતે પહોંચી શકશે
૩. કુદરતી આપત્તિઓમાં સહાય
આપત્તિઓ વખતે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયો યુનિક ID ના માધ્યમથી સાચા ગાભાર્થીઓ સુધી પહોંચાડી, ‘સાચો રહી ન જાય અને ખોટો લઇ ન જાય એ પ્રકારે આયોજન કરી શકાય
- સરકારના વિવિધ વિભાગોનું સંકલન
યુનિક ત દ્વારા સરકારના કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, બગાયત વિભાગ, સહકાર વિભાગ, વગેરે વિભાગોનું સંકલન સરળ બનશે જેનો સીધો લાભ ખેડૂતોને અને સરકારને થશે. છે. મહેસુલી રેકોર્ડ્સ સાથે જોડાણ
ખેડૂતોના યુનિક ત અને તેમની જમીનના રેકર્ડસને જોવાથી રેવન્યુને લગતી વિવિધ સેવાઓ જેવી કે
ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, ૭/૧૨ ૮અ ઉતારા, 1350 ની નોટિસો, વગેરે સરળતાથી પ્રદાન કરી શકાય છે.
કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ
ની કમલમ્ પ્રજ્ઞા શિલ્પ ભારતીની સામે, બા ચર્ચા-ગાંધીનગર રોડ, કોખા, ગાંધીનગર-ર (ગુજરાત) ‘Pre (1079) 2321197 218, Times 2013 mahu-mahipiaghoghadi
- હવામાન અને બજાર માહિતી:
હવામાન અને બજારના ડેટા સાથે એકીકરણ કરવાથી ખેડૂતોને હવામાન પરિસ્થિતિઓ અને બજાર કિંમતો વિશે વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરી શકાય છે. આનાથી તેમને તેમની પેદાશોના વાવેતર અને વેચાણ અંગે યોગ્ય નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે.
૧૧. તાલીમ અને વિસ્તરણ સેવાઓ
આ એપ્લિકેશનના માધ્યમથી શ્રેષ્ઠ ખેતી પદ્ધતિઓ, જંતુ નિયંત્રણ અને પાક વ્યવસ્થાપન પર સંસાધનો અને માહિતી પ્રદાન કરી શકાય છે. દરેક જિલ્લાના કૃષિ વિસ્તરણ અધિકારીઓ તેમજ કૃષિ નિષ્ણાતો સાથે વાતચીતની સુવિધા પણ આપી શકાય.
- નાણાકીય સમાવેશ
5/6
યુનિક ID દ્વારા ખેડૂતોને વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે જોડી, કૃષિ પ્રવૃત્તિઓ માટે નાણાકીય સેવાઓની ઍક્સેસ સરળ બને એ દિશામાં પગલાં વઇ શકાય છે. ભૂતિયા ધિરાણ મેળવનારાઓને પણ આ યુનિક ID થકી અંકુશ કરી શકાય છે.
- કૃષિધિરાણોની મહેસુલમાં નૌય
બેંકો દ્વારા કૃષિવિષયક ધિરાણ આપટી વખતે ખેડૂતના યુનિકત થી લિંક થવાથી જે તે ખેડૂતના ખેતર પર આપમેળે બોજો પડી જાય અને લોન ચુકવણી થઇ જતા આપમેળે બોજો હટી જાય તેવી વ્યવસ્થા
પણ ગોઠવી શકાય છે. 14, ડિજિટલ રેકોર્ડ્સ
ખેડૂતો તેમની જમીનના હોલ્ડિંગ, પાકના પરિભ્રમણ અને નાણાકીય વ્યવહારોના ડિજિટલ રેકોર્ડ
જાળવી શકે છે. આ રેકોર્ડ-કીપિંગ અને ભવિષ્યના આયોજન માટે ઉપયોગી થઇ શકે છે.
- પારદર્શિતા અને જવાબદારી:
એપ્લિકેશન ભ્રષ્ટાચાર ઘટાડીને અને સરકારી સહાય ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરીને કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા વધારી શકે છે.
- ડેટા વિશ્લેષણ:
કૃષિમાં વલણો અને પેટર્નને ઓળખવા માટે એકત્રિત ડેટાનું વિશ્લેષણ કરી શકાય છે, જે ટકાઉ કૃષિ વિકાસ માટેની નીતિઓ અને વ્યૂહરચનાઓ ધડવામાં સરકાર માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે. 17. બજાર જોડાણો:
એપ્લિકેશન ખેડૂતો અને સંભવિત ખરીદદારો વચ્ચે જોડાણને સરળ બનાવી શકે છે, ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વધુ સારા ભાવ મેળવવામાં મદદરૂપ પુરવાર થઇ શકે છે.
- ટકાઉ ખેતી:
આ એપ્લિકેશન પ્રાકૃતિક ખેતી જેવી પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ વિશે માહિતી આપીને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપી શકે છે.
આમ, ટેક્નોલોજીના માધ્યમથી કૃષિ ક્ષેત્રે ગુડ ગવર્નન્સને સાકાર કરવા રાજ્યના ખેડૂતોનો સેન્ટ્રલાઇઝડ ડેટાબેઝ તૈયાર કરી દરેક ખેડૂતને યુનિક ાંત આપવાની વ્યવસ્થા કરવા ગુજરાત ભાજપ કિસાન મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિતેષભાઇ પટેલ તથા પ્રદેશ મહામંત્રી શ્રી સરદારભાઇ ચૌધરી, પ્રદેશ મહામંત્રી શ્રી હિરેન હિરપરા અને પ્રદેશ હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
Recent Comments