fbpx
ગુજરાત

ભાજપ ગૌરવ યાત્રાથી ૧૪૪ બેઠકોના ૨.૫ કરોડ મતદારોનો સંપર્ક કરશે

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. ૧૪૪ બેઠકોનો પ્રવાસ કરીને ભાજપના નેતાઓ ગુજરાતના વિવિધ યાત્રાધામો અને અલગ-અલગ સમાજાેના ધાર્મિક સ્થાનની મુલાકાત લેશે. ધર્મ અને રાજનીતિનો સમન્વય કરીને ગુજરાત ભાજપ ૯ દિવસની યાત્રા દરમિયાન ગુજરાતના ૨.૫ કરોડથી વધુ મતદાતાઓને સંપર્ક કરશે. આ યાત્રા કુલ પાંચ ફેઝમાં થવા જઈ રહી. ચૂંટણીમાં દરેક સમાજને સાથે રાખવા જરૂરી છે, તેથી ભાજપે આ સમાજાે સુધી પહોંચવા માટે તેમના આસ્થાના સ્થાનોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત તેઓ ગુજરાતના દરેક હિંદુ યાત્રાધામ જેવાં કે અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ સહિતના સ્થળોએ પોતાની જંગી જાહેરસભાઓ કરશે. ૧૨ ઓક્ટોબર બહુચરાજીથી માતાના મઢ સુધીની યાત્રા ૯ જિલ્લાના ૩૩ વિધાનસભા બેઠક પર ૯ દિવસમાં ૧૭૩૦ કિ.મીનો પ્રવાસ કરશે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે. ૧૨ ઓક્ટોબર દ્વારકાથી પોરબંદરની યાત્રા ૨૧ વિધાનસભા વિસ્તારમાં ફરશે, જે દરમિયાન ૨૨ જાહેરસભાનું આયોજન કરાશે. જે પી નડ્ડાની આગેવાનીમાં સાત દિવસમાં કુલ ૮૭૬ કિલોમીટર પ્રવાસ કરશે. ૧૩ ઓક્ટોબર સંત સવૈયાનાથજી,ઝાંઝરકાથી સોમનાથની યાત્રાને ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે. જે ૯ જિલ્લાની ૨૪ વિધાનસભા બેઠકમાં પસાર થઇ ૮ દિવસમાં કુલ ૧૦૭૦ કિમીનો પ્રવાસ કરશે. ૧૩ ઓક્ટોબર ઉનાઇ માતાથી ફાગવેલ સુધીની યાત્રા અમિત શાહની હાજરીમાં ૧૩ જિલ્લાની ૩૫ વિધાનસભા બેઠકો આવરી લઇ ૯ દિવસમાં આશરે ૯૯૦ કિ.મીનું અંતર કાપશે. ૧૩ ઓક્ટોબર બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા – ઉનાઇ માતાથી અંબાજી સુધી ૧૪ જિલ્લામાં પસાર થઇ ૩૧ વિધાનસભા બેઠકોને આવરી લેતી ૧૦૬૮ કિમી પ્રવાસ કરશે અને તેમાં અમિત શાહ જાેડાશે.

Follow Me:

Related Posts