રાષ્ટ્રીય

ભાજપ છે જે દેશને તોડવાનું કામ કરી રહી છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (ઇટ્ઠરેઙ્મ ય્ટ્ઠહઙ્ઘરૈ) વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેવા પટના પહોંચ્યા હતા. કોંગ્રેસ (ર્ઝ્રહખ્તિીજજ) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ તેમની સાથે બિહાર આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ પટનામાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું. પટના એરપોર્ટથી સદાકત આશ્રમ સુધી કાર્યકરોની ભીડ ઉમટી પડી હતી. રાહુલ ગાંધીએ સદાકત આશ્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં બે વિચારધારા છે, એક તરફ કોંગ્રેસની વિચારધારા છે જેમાં ભારતને એક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. બીજી બાજુ ભાજપ છે જે દેશને તોડવાનું કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ નફરત ફેલાવવાનું કામ કરી રહી છે જ્યારે કોંગ્રેસ પ્રેમ ફેલાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે નફરતથી નફરતને નાબૂદ કરી શકાતી નથી. નફરતને પ્રેમથી દૂર કરી શકાય છે. ભાજપ અને આરએસએસના લોકો હિંસા અને નફરત ફેલાવવાનું કામ કરે છે. અમારી વિચારધારા ભારતને એક કરવાની છે પરંતુ ભાજપ ભારતને તોડવાનું કામ કરી રહી છે. અમે બિહારમાં પ્રેમ વહેંચવા આવ્યા છીએ. બિહારથી જ દેશના તમામ વિરોધ પક્ષો એક થઈને ભાજપને હરાવવા માટે કામ કરશે. કર્ણાટક ચૂંટણીમાં જીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાં ભાજપે ઘણી વાતો કરી, પરંતુ પરિણામ બધાની સામે છે. કર્ણાટક બાદ તેલંગાણા, એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની આવી જ હાલત થશે. આ પછી બીજેપી ક્યાંય જાેવા નહીં મળે. કોંગ્રેસ પાર્ટી તમને જીત બતાવશે કારણ કે અમે ગરીબોની સાથે છીએ, જ્યારે નરેન્દ્ર મોદીનો હેતુ માત્ર બે-ત્રણ લોકોને ફાયદો કરાવવાનો છે. તેમનું કામ દેશના કેટલાક લોકોને તમામ રૂપિયા આપવાનું છે. કોંગ્રેસ પાર્ટી ગરીબોને ગળે લગાવે છે.

Related Posts