ભાજપ ચૂંટણીએ ૬ મહાનગર પાલિકાના પદાધીકારીઓની સમાપ્ત થતી અઢી વર્ષની મુદતને લઈ હવે નવા ઉમેદવારોની પસંદગી માટેની કાર્યવાહી શરુ કરી દીધી છે. ટર્મ પુરી થવાને લઈ સ્થાનિક સ્વરાજ્યના પદાધીકારીઓની નિમણૂંક માટે થઈને ઉમેદવારો નક્કી કરવા માટે થઈે સેન્સ પ્રક્રિયા શરુ કરવામાં આી છે. ૬ મહાનગર પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યના પદાધિકારીઓની પસંદગી માટે ૩-૩ સભ્યોની પેનલ તૈયાર કરવામાં આવી છે. છ મહાનગર પાલિકા માટે થઈને આગામી ૩૧ ઓગષ્ટથી સેન્સ મેળવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવનાર છે. આવી જ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત પાલિકાઓમાં પૂર્ણ થતી ટર્મને લઈને પણ મેયર અને પ્રમુખ સહિતના મહત્વના પદ માટેની નિમણૂંક માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
ભાજપ દ્વારા છ મહાનગર પાલિકા માટે થઈને આગામી ૩૧ ઓગષ્ટથી સેન્સ મેળવવાની પ્રક્રિયા શરુ થશે

Recent Comments