ભાજપ દ્વારા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે અભિનેત્રીની જૂના ફોટા જાહેર કરવામાં આવ્યા

ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરી એકવાર કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે, કન્નડ અભિનેત્રી રાન્યા રાવ ફરી એકવાર સોનાની દાણચોરીના કેસમાં ચર્ચામાં આવી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ હવે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ગૃહ પ્રધાન જી પરમેશ્વરા સાથે અભિનેત્રીની જૂની તસવીર શેર કરી છે. અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટ્વિટર) પર ફોટો શેર કર્યો અને લખ્યું કે હવે દાણચોરીનો આ મામલો મુખ્યમંત્રીના ઘર સુધી પહોંચી ગયો છે. તસ્વીરમાં સીએમ સિદ્ધારમૈયા અને જી પરમેશ્વર નજરે પડે છે. તેમણે આગળ લખ્યું કે એ રમુજી છે કે કોંગ્રેસના સીએમ ઇન વેઇટિંગ ડીકે શિવકુમાર તેમના રાજકીય જાેડાણોનો ઇનકાર કરી રહ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ ગોલ્ડ ફિલ્ડ શબ્દો હેશટેગ કર્યા છે.
આ મામલે મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અરશદનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર સાથે સંકળાયેલ કોઈ કોંગ્રેસી વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ નથી. આ કેસની તપાસ ઝ્રમ્ૈં કરી રહી છે, આ એજન્સી કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. તપાસમાં બધુ સ્પષ્ટ થશે કે ગુનેગાર કોણ છે? તેમણે કહ્યું હતું કે, ભાજપ આ મામલે રાજનીતિ કરી રહી છે, એક મંત્રી આવી બાબતમાં કેવી રીતે સામેલ થઈ શકે?
કર્ણાટકના અધિક મુખ્ય સચિવ ગૌરવ ગુપ્તાને પણ આ મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. સીએમ સિદ્ધારમૈયાએ તેમની પાસેથી એક અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રીની બેંગલુરુ એરપોર્ટ પર દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના સાવકા પિતા કર્ણાટકમાં પોલીસ મહાનિર્દેશક કક્ષાના અધિકારી છે.
Recent Comments