વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વિવાદ જાણે એક બીજાના પર્યાય બની ગયા છે. વડોદરાના વાઘોડીયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક કાર્યક્રમમાં હાજરી આપી અને બોલ્યા એવું કે થઈ ગયો વિવાદ. વડોદરાના ડભોઇમાં આવેલા પણસોલી ગામે કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે બે અલગ-અલગ વિવાદ ઉભા થયા.
કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાંગરો વાટ્યો. કિસાન સૂર્યોદય યોજનાના બદલે બોલ્યા કિસાન સામાન્ય યોજના આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર હાજર રહ્યા હતા. મધુ શ્રીવાસ્તવના ભાષણ બાદ આ વીડિયો ક્લિપ સોશલ મીડિયામાં વહેતી થઈ હતી.
Recent Comments