ભારતીય જનતા પાર્ટી ના અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ ના ઉમ્મેદવાર દિનેશભાઈ મકવાણા એ અમદાવાદ કલેકટર કચેરી ખાતે પાર્ટી દ્વારા અપવમાં આવેલ મેન્ડેટ પર નામાંકન ભર્યું હતું. દિનેશભાઈ મકવાણા એ નામાંકન ભરવા જતાં પેહલા અમદાવાદ પશ્ચિમ લોકસભા ના મધ્યસ્થ કાર્યાલય મણિનગર ક્રોસિંગ પાસે ખૂબ મોટી સંખ્યા માં પાર્ટી ના કાર્યકર્તાઓ અને લોકો તેમણે શુભેછાઓ પાઠવા આવ્યા હતા ત્યાંથી એક રેલી સ્વરૂપે તેઓ અમદાવાદ કલેકટર કચેરી પહોંચ્યા હતા, ત્યાં તેમની સથે પૂર્વ સાંસદ શ્રી ડો. કિરીટ સોલંકી, ધારાસભ્ય અમિતભાઈ શાહ, ધારાસભ્ય પ્રદીપ પરમાર અને ભાજપ ના અન્ય નેતાઓ ની પણ હાજરી હતી.
ભાજપ ના અમદાવાદ પશ્ચિમ લોકસભાના ના ઉમ્મેદવાર દિનેશભાઈ મકવાણા એ નામાંકન ભર્યું

Recent Comments