fbpx
રાષ્ટ્રીય

ભાજપ શાસિત રાજ્યોમાં રસીકરણ અભિયાનનો ખૂબ સારો દેખાવ કર્યો

કેટલાક વિપક્ષો દ્વારા શાસિત રાજ્યો હાલ બુસ્ટર ડોઝની માંગ કરી રહ્યા છે પરંતુ આઘાતજનક બાબત તો એ છે કે તે રાજ્યો જ હજુ સુધી પોતાની પ્રજાને પૂરતા પ્રમાણમાં રસીના ડોઝ આપી શક્યા નથી. વાસ્તવમાં આ રાજ્યો રસીકરણના મુદ્દાને પણ રાજકીય રંગ આપી રહ્યા છે જેખરેખર દુખદ છે એમ સૂત્રોએ કહ્યું હતું. ભાજપે કાયમ એવો આક્ષેપ મૂક્યો છે કે વિરોધપક્ષો રસીકરણના અભિયાનના મુદ્દે પણ રાજકારણ ખેલી રહ્યા છે, અને કેટલાંક વિપક્ષોએ તો દેશમાં ુઉત્પાદિત બે રસીની વિશ્વસનિયતા પ્રત્યે પણ શંકા વ્યક્ત કરી હતી. રસીકરણના આંકડાની માહિતી ાપતા સૂત્રોએ કહ્યું હતું કે કોંગ્રેસ શાસિત પંજાબમાં ૭૨ ટકા લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે જ્યારે ફક્ત ૩૨ ટકા લોકોને જ બીજાે ડોઝ આપી શકાયો છે, જ્યારે કોંગ્રેસના અન્ય એક રાજ્ય ઝારખંડમાં ૬૬ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી શકાયો છે અને ફક્ત ૩૦ ટકા લોકોને જ રસીના બંને ડોઝ અપાયા છે. સમાન રીતે તામિલનાડુમાં ૭૮ ટકા લોકોને પ્રથમ ડોઝ અને ૪૨ ટકા લોકોને બંને ડોઝ અપાયા છે, મહારાષ્ટ્રમાં ૮૦ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અને ૪૨ ટકા લોકોને બંને ડોઝ અપાઇ ચૂક્યા છે જ્યારે છત્તીસગઢમાં ૮૩ ટકા લોકોને પ્રથમ ડોઝ અને ૪૭ ટકા લોકોને બંને ડોઝ અપાયા છે.દેશના લોકોને કોરોનાની રસી આપવા હાલ રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા અભિયાનમાં ભાજપ શાસિત રાજ્યોએ ખુબ સારો દેખાવ કર્યો હતો જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોએ આ અભિયાનને પૂરૂં કરવામાં સરિયામ બેદરકારી દાખવી હોવાની સરકારી આંકડા ચાડી ખાય છે. સરકાર દ્વારા આજે જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ ભાજપ શાસિત દેશના ૮ રાજ્યોમાં ૫૦ ટકા લોકોને વેક્સીનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે જ્યારે તે પૈકીના ૭ રાજ્યોએ તો ૯૦ ટકા લોકોને વેક્સીનના બંને ડોઝ આપી દઇને રસીકરણના અભિયાનને ખુબ વેગથી આગળ વધારી રહ્યા છે. રસીકરણના અભિયાનમાં ભાજપ શાસિત રાજ્યો દ્વારા જે લક્ષ્યાંક હાસલ કરાયો છે એવો કોઇ લક્ષ્યાંક કોંગ્રેસર કે તેના સહયોગી પક્ષો દ્વારા શાસિત રાજ્યો દ્વારા હાંસલ કરી શકાયો નથી જે તેઓની બેદરકારી દર્શાવે છે એમ ઉચ્ચ સત્તાધારી સૂત્રોએ સોમવારે કહ્યું હતું.

Follow Me:

Related Posts