ભાજપ સરકારનાં મંત્રીની આકસ્મિક રાજુલાનાં ધારાસભ્ય અંબરિષ ડેર ની મુલાકાતથી નવાજુનીનાં એંધાણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષનો સમય બાકી હોય ભાજપા પ્રમુખ આગામી ચૂંટણીમાં ભાજપને 18ર બેઠક અપાવવાનાં લક્ષ્યાંક સાથે કામગીરી કરી રહૃાા હોય. તેવા જ સમયે ભાજપ સરકારનાં ઉર્જા મંત્રી મુકેશ પટેલે રાજુલાનાં કોંગી ધારાસભ્યની આકસ્મિક મુલાકાત લેતા સમગ્ર જિલ્લાનાં રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકમાં ભાજપનો પરાજય થયો હોય આગામી ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો વિજય થાય તે માટે ભાજપ ઘ્વારા ભારેતૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જો રાજુલાનાં ધારાસભ્ય અંબરિષ ડેર અને લાઠીનાં ધારાસભ્ય વિરજી ઠુંમરને ભાજપમાં પ્રવેશ આપવામાં આવે તો તેની અસરથી જિલ્લામાં ભાજપને તમામ બેઠકો પર વિજયી થવાની સંભાવના હોવાથી બન્ને ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવે તો નવાઈ પામવા જેવું નહી રહે.
દરમિયાનમાં ભાજપનાં મંત્રી કોંગી ધારાસભ્ય અંબરિષ ડેર સાથે જોવા મળતા જિલ્લાનાં રાજકારણમાં અનેક શંકા-કુશંકા થતી જોવા મળી રહી છે. જો કે ધારાસભ્ય અંબરિષ ડેરનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી.
Recent Comments