ગુજરાત

ભાજપ સરકારના કારણે ૩૨૫૨ ગ્રામપંચાયતની ચુંટણીમાં ઓબીસીનો છેદ ઉડી ગયો

કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય પૂજા વંશે સંયુક્ત રીતે કહ્યું હતું કે, રાજયમાં ૩૨૫૨ ગ્રામ પંચાયતમાં ચૂંટણી કરવા માટે કલેકટરોને રાજય ચૂંટણી પંચે લખેલા પત્રમાં સ્પષ્ટ સૂચના આપી છે કે, હવેથી પંચાયતની ચૂંટણીમાં ઓબીસી મહિલા સહિત ઓબીસી સમાજની ૧૦ ટકા અનામત રહેશે નહીં.મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૨૧માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અ્‌નામતના અમલ માટે સુપ્રીમકોર્ટમાં પિટીશન દાખલ થઇ હતી. આ પીટીશન સંદર્ભે સુપ્રિમ કોર્ટે તમામ રાજયોને આદેશ કર્યો હતો કે, ઓબીસી અનામતનું વસતીના આધારે પ્રમાણ,બેઠકનો પ્રકાર અને રોટેશન બાબતે નવેસરથી કમિશન રચીને વસતીના આધારે કાર્યવાહી કરવી. પ્રદેશ પ્રમુખ ઠાકોરે કહ્યું હતું કે, ગુજરાત સરકારે છ મહિના વીતી ગયા પછી પણ કોઇ કાર્યવાહી ન કરતા છેવટે રાજયમાં ૩૨૫૨ ગ્રામ પંચાયતોની થનારી ચૂંટણીમાં ૧૦ ટકા ઓબીસી અનામતનો લાભ મળશે નહીં.ઓબીસી અનામત નક્કી ન થાય ત્યાં સુધી ૩૨૫૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકુફ રાખવાની મુખ્યમંત્રી સમક્ષ માગ કરાઇ છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સમગ્ર રાજ્યની પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓમાંથી ઓબીસી માટે અનામત બેઠકો રદ કરવા અંગેનો એક મોટો ર્નિણય લીધો છે જેની અમલવારી આગામી સમયમાં આવનારી ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણીથી થશે તેવું જાહેર કરાયું છે. આથી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના બદલે હવે તે બેઠકો સામાન્ય બની જશે. ગુજરાતમાં ઓબીસી મતદાતા વર્ગ ભાજપની નવી વોટ બેન્ક તરીકે ઉભો થયો છે, તેવા કિસ્સામાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કરવામાં આવેલી આ કાર્યવાહીથી ભાજપનું હાઈ કમાન્ડ ગુજરાત સરકાર ઉપર ખુબ ખફા થયું છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ભાજપના હાઇકમાન્ડએ ગુજરાત સરકારને આ બાબતે ત્વરિત કોઈ નિવેડો લાવવા માટેની સૂચના આપી છે. આ પ્રકારની કાર્યવાહી કોના ઈશારે કરવામાં આવી અને આ ર્નિણય લેતા પહેલા કેન્દ્રનો પરામર્શ કેમ ન કરવામાં આવ્યો તે બાબતે પણ સરકાર પાસેથી ખુલાસા માગવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચે કરેલી કાર્યવાહી એ માત્ર સુપ્રીમ કોર્ટના ચુકાદા ની અમલવારી સમાન જ છે. તેમાં રાજ્ય સરકારે કે રાજ્ય ચૂંટણી પંચે કોઈ નવો નિયમ લાગુ કર્યો નથી.

ગ્રામ પંચાયતમાં ઓબીસી અનામત મામલે આમ આદમી પાર્ટીએ દોષનો ટોપલો ભાજપ પર ઢોળ્યો છે. પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ જણાવ્યું કે ગુજરાત ની ગ્રામપંચાયત માં ઓબીસી ની ૧૦% અનામત, ભાજપ સરકાર ની મેલી મુરાદ ના કારણે રદ થઈ છે. સરકાર ઓબીસી, એસસી અને એસટી સમાજના બંધારણીય અધિકારો છીનવી રહી છે. સાગર રબારી એ મીડિયાને સંબોધતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ નો ઉપયોગ ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા થઇ રહ્યો છે. ભાજપ સરકાર સમાજ ના હિતેચ્છુ હોવાનો દાવો કરે છે અને પછી પાછલે બારણે થી સમાજને મળેલા બંધારણીય અધિકાર પર તરાપ મારે છે. ગેસ-સિલિન્ડરમાં રૂ. ૫૦નો વધારો ઝીંકાતા કેન્દ્રની ભાજપ સરકારે સામાન્ય,મધ્યમ વર્ગનું જીવન જીવવું મુશ્કેલ કરી દીધું છે

તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ૮ વર્ષના સમયગાળામાં ભાજપ સરકારે એકસાઇઝ ડયૂટીમાં વધારો ઝીંકીને ૨૮ લાખ કરોડ જેટલી જંગી રકમ પ્રજા પાસેથી લૂંટ ચલાવી છે.સામાન્ય અને મધ્યમ વર્ગના કિરાણા ખર્ચમાં છ મહિનામાં ૯.૩ ટકા અને બે વર્ષમાં ૪૪.૯૭ ટકાનો જંગી વધારો થયો છે.રાજયની ૩૨૫૨ ગ્રામ પંચાયતમાં ચૂંટણી થવાની છે ત્યારે આ ચૂંટણીમાં ઓબીસી સમાજને અનામતનો લાભ મળશે નહીં તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું. તેમણે એવો્‌ આક્ષેપ કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટે કમિશન રચીને ઓબીસી અનામત બાબતે કમિશન રચીને વસતિના આધારે માપદંડ છ મહિનામાં નક્કી કરવાાની તાકિદ કરી હતી. ગુજરાત સરકારે આવી કોઇ કાર્યવાહી ન કરતા ૩૨૫૨ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામતનો છેદ ઊડી ગયો છે.

Related Posts