fbpx
અમરેલી

ભાજપ સરકારના કાળા કૃષિ કાયદાથી ૧પ માર્કેટ યાર્ડને લાગ્યા અલીગઢી તાળા : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

કેન્દ્રની ભાજપ સરકાર દ્રારા ત્રણ કૃષિ કાયદા બહુમતીના જોરે લાગુ કરીને સમગ્ર દેશના ખેડુતો અને એપીએમસીને પાયમાલ કરવા માંગે છે, આ ત્રણ કૃષિ કાયદાની આડ અસરની શરૂઆત ગુજરાતથી થઈ ચુકી છે, જેના ભાગરૂપે ગુજરાતના ૧પ એપીએમસીને અલીગઢી તાળા લાગી ગયાં છે, જયારે રર એપીએમસી ટુંક સમયમાં જ તેના કર્મચારીઓનો પગાર બંધ કરે તેવી નોબત આવી ગઈ છે, ૪ એપીએમસીએ તો સંખ્યાબંધ કર્મચારીઓને છુટા કરી દીધા છે, ૧૦ એપીએમસીએ પોતાના કર્મચારીઓનાં પગારમાં કાપ મુકયો છે, જયારે ૭ એપીએમસીની આવક સંદતર બંધ થઈ ગઈ છે,

નવા એપીએમસી એકટને લીધે રાજયની ખેતીવાડી બજાર સમિતિઓની આર્થિક સ્થિતી અત્યંત ગંભીર બની ગઈ છે, ટુંક સમયમાં જ ગુજરાત રાજય ની ૧૧૪ એપીએમસી બંધ થવા જઈ રહી છે, ગુજરાતની રર૪ એપીએમસીના ૩૦૦૦ કરતાં વધુ કર્મચારીઓની આજીવીકા સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. ભાજપ પક્ષ દ્રારા પોતાના મુઠીભર મિત્ર ઉદ્યોગપતિઓના ખીચ્ચા ભરવા માટે આ ત્રણ કૃષિના કાળા કાયદા અમલમાં લાવીને સમગ્ર દેશના ખેડુતો તથા એપીએમસીને પાયમાલ બનાવી દેશે.

Follow Me:

Related Posts