fbpx
અમરેલી

ભાજપ સરકારનું આજે છેલ્લું રજુ થયેલુ બજેટ સંપુર્ણ દિશા વિહીન ખેડુતોને વ્રજઘાત સમાન છે પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે આ બજેટને વખોડી કાઢી અને દેશને બરબાદ કરનારૂં બજેટ ગણાવ્યું હતું.

અમરેલી પુર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારનું આજે રજુ થયેલું બજેટ એકદમ ચીલા ચાલું છે આ બજેટમાં કોઇ વર્ગને ફાયદા થયેલ નથી. હજુપણ ગેસના ભાવ તેમજ જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓના ભાવ વધવાનાં છે તેનાં કારણે મધ્યમ વર્ગ વધુ મુશ્કેલીમાં મુકાવાનો છે. માર્કેટમાં ક્રુડના ભાવ સતત નીચા જઈ રહ્યા છે તેનો લાભ હિન્દુસ્તાનની પ્રજાને આપવા માટેનો સામાન્ય પણ પ્રયાસ ભાજપ સરકારે આ બજેટમાં કર્યો નથી. ગુજરાતને સંપુર્ણ અન્યાય કર્યો છે ગુજરાતને લપાટ ને બદલે લાઠી માર્યા સમાન આ બજેટ છે. ખેડુતોની ડબલ આવકની વાતો કરનારી ભાજપ સરકાર ૧૦ વર્ષ થી બળગા ફૂંકે છે પરંતુ આજે ખેડૂત દેવામાં ડુબ્યો છે કપાસના ભાવ ડબલ કરવાને બદલે આજે રૂ।.૧૧૦૦/- ભાવે વેચાઇ રહ્યો છે. ડુંગળી અને શાકભાજીનું વાવેતર કરી પોતાનું જીવનનિર્વાહ ચલાવનારા ખેડુતો પણ આજે લુટાઇ રહ્યા છે અને તેનો લાભ પ્રજાને પણ મળતો નથી વચેટીયાઓ વચ્ચેથી લુટી રહ્યા છે. યુવાનોને નોકરી આપવાની વાતો હતી તેનો પણ આજે કોઇ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

યુવાનોની બેરોજગારીની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. ભાજપનાં તત્કાલીન મુખ્યમંત્રી મનમોહનસિંહજીની વાતો કરતા હતા પરંતુ જીડીપી આજે નીચે જતો જાય છે ડોલર આજે રોજ ઉંચકાતો જાય છે રૂપિયો નીચો થતો જાય છે. મને લાગતું હતુ કે, મણિપુર બાબતે વડાપ્રધાન આજે કશું બોલશે પરંતુ મણિપુર માં એક મીલીટ્રી ના જવાનની બહેનને નગ્ન અવસ્થામાં દોડીને ભાગવું પડે તેના પર એકપણ શબ્દ બોલાયો નથી. લદ્દાખ ઉપર રોજ વાતો કરનારી ભાજપ સરકાર ૩૭૦ ની કલમની વાતો કરે છે એ લદ્દાખનો આપણો એક પશુપાલક પોતાનાં ઘેટા-બકરાને ચરાવવા માટે ભારતની જ ભુમી પર જાય છે ત્યારે ચીન ના સૈનિકો ત્યા આવીને તેઓને દૂર કરે છે ત્યારે પશુપાલકો ચીનના સૈનિકોને ભગાડે છે આ પશુપાલકોને હું સલામ કરું છું. છતા પણ આ દેશનાં વડાપ્રધાને આ બજેટમાં પશુપાલકોનો પણ કોઇ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પાલમિન્ટમાં પણ કોઇ ઉલ્લેખ નથી થયો, મહામાહિમનાં જે ભાષણો હતા તેમાં પણ ઉલ્લેખ નથી થયો. તેઓને બિરદાવવામાં પણ ભુલ્યા છે.

ત્યારે લદ્દાખની પ્રજાને સલામ છે કે જેણે આ હિન્દુસ્તાનના ભાગ તરીકે પોતે છે અને પોતાનાં પશુઓ ચરાવવા માટે ગયા અને છતા પણ ચીનના લોકો ત્યાં ધુસી ગયા તેની આ સરકારને ચિંતા નથી.સુબ્રમણિયમ સ્વામી ભારતીય જનતા પાર્ટીના રાજયસભાના સભ્યને પુછવામાં આવ્યુ કે, દેશના વડાપ્રધાન ફાઇનાન્સ એફ જાણે છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “ફાઇનાન્સનો એક નહી એબીસીડી ની પણ ખબર પડતી નથી. આવા દેશનાં નબળા વડાપ્રધાન મે હિન્દુસ્તાનમાં પ્રથમ વખત જોયા છે” આ સુબ્રમણિયમ સ્વામીના શબ્દો છે. આ પ્રકારના રજુ થયેલા બજેટથી ગુજરાતના યુવાનો ને અન્યાય છે ગરીબોને અન્યાય છે અને ખેડુતોને ડબલ આવક કરવાને બદલે ત્રણ ગણું કરજ થયુ છે આજે ખેડુતોને ધિરાણ મળતું નથી. રાજયનાં કૃષિમંત્રી કાલે જાહેરાત

કરી હવે અમે ખરીદી કરશું, પણ કઈ ખરીદી કરવાનાં છે? હું રાજયનાં કૃષિમંત્રીને પુછવા માંગું છું કે, ખેડુત કપાસ લઈને જાય ત્યારે સ્ટેપલ લેન્થ માપવામાં આવે છે, ખેડૂત ડુંગળી લઈને જાય તો તેની સાઇઝ માપવામાં આવે છે, ખેડુત ચણા લઈને જાય તો એ ચણા માં કોઇ લીલો દાણો રહ્યો છે કે કેમ, લીલો દાણો કુદરતી છે એવા ચણાને રીજેક કરવાનું પાપ કરનારી ભારતીય જનતા પાર્ટી મને લાગે છે કે, ખેડુતોને બરબાદ કરે છે. ખેડુત આ દેશનો એક મહત્વનો તાત છે એ તાત આજે જગતનો તાત ને બદલે ગરીબ તાત બની ગયો છે અને એ જો પાપ કર્યુ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની ૧૦ વર્ષની સરકારે કર્યું છે. છેલ્લું બજેટ હતુ આ બજેટમાં રાહત આપશે એવી લાગણી હતી પરંતુ માત્ર રામ-રામ જપો, ‘રામ નામ જપના પરાયા માલ અપના’ એ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ નીતિ પ્રમાણે ભ્રષ્ટ્રાચાર વધ્યો છે રોજ ભ્રષ્ટ્રાચારી અધિકારી પકડાઇ રહ્યા છે. એક જ જગ્યાએ વર્ષોથી નોકરી કરતા અધિકારીઓની તાત્કાલીક અસરથી મિલ્કત તપાસવામાં આવે તો સાચી હકીકત બહાર આવશે તેમશ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts