ભાજપ સરકારે કેરોસીનમાં ભાવ વધારો કરતા પરેશ ધાનાણીનો આક્રોશ
ભાજપ સરકારે કેરોસીનમાં ભાવ વધારો કરતા પરેશ ધાનાણીનો આક્રોશ રાજયની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. સરકારની નીતિને કારણે ગરીબોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા બાદ હવે સરકારે કેરોસીનના ભાવોમાં પણ વધારો કરતા ગરીબોને જીવવુ હવે દુષ્કર બની ગયુ છે. ભાજપ સરકારે કેરોસીનમાં વધુ રૂ.ર.પપ નો ભાવ વધારો કરતા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ આક્રોશ વ્યકત કર્યો છે. ભાવ વધવા બાબતે ધારાસભ્યએ જણાવ્યું હતું કે,ગયા વર્ષે કેરોસીનના ભાવ રૂ.૪૩ની આસપાસ હતા તે હવે રૂ.૮રથી ૮૪ જેટલા થઈ ગયા છે. હજુ અનેક પરિવારોને ગેસ જાડાણ મળ્યા નથી અને જે ગરીબોને ગેસ જાડાણ મળ્યા છે તેવા ગરીબ પરિવારો પાસે રાંધણગેસના બાટલા લેવાના નાણાં નથી કારણ કે ભાજપ સરકારે બાટલાના ભાવોમાં પણ બેફામ વધારો કર્યો છે. ચૂલા સળગાવવા માટે કેરોસીન પણ મોંઘુ બની જતા કેરોસીનમાં કરેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી ધારાસભ્યએ અંતમાં માંગ કરી છે. ભાજપ સરકારે કેરોસીનમાં ભાવ વધારો કરતા પરેશ ધાનાણી નો આક્રોશ જોવા મળિયો
Recent Comments