ભાજપ સરકારે ગ્રામ ન્યાયાલય ધારો અભેરાઈએ ચડાવી દીધો : પરેશ ધાનાણી
ગુજરાતમાં હજારો લાખો કેસો અદાલતોમાં પેન્ડીંગ છે, વર્ષ ર૦૦૮ માં કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારના લોકોના ઝડપી ન્યાય મળે અને કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તે માટે ગ્રામ ન્યાયાલય ધારો ઘડયો હતો પણ ૧૪ વર્ષ બાદ ગુજરાતમાં તેનો અમલ થઈ શકતો નથી, હાલ લોકો ન્યાય મેળવવા જીલ્લા મથકની કોર્ટમાં આંટાફેરા મારે છે તેમ છતાંય આ ભાજપ સરકારે તાલુકામાં કોર્ટ શરૂ કરવાનું પણ વિચાર્યું નથી.
રાજયસભામાં ખુદ સરકારે વિગતો આપી કે વર્ષ ર૦૧૯ સુધી ગુજરાતની અદાલતોમાં કુલ ૧૮.ર૧ લાખ કેસો પેન્ડીગ છે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ર૦ર૧ ના અહેવાલ અનુસાર ગુજરાતમાં ર૩.૩પ લાખ કેસોનો નિકાલ કરતા વર્ષો લાગે તેમ છે.
વર્ષર૦૦૮ માં કેન્દ્ર સરકારે ગ્રામ ન્યાયાલય ધારો ઘડયો હતો જેનો અમલ ઓકટોબર ર૦૦૯ થી શરૂ થયો હતો, આ ધારામાં જોગાવઈ કરવામાં આવી હતી કે ગ્રામ્ય વિસ્તારના લોકોને ન્યાય મેળવવા જીલ્લા મથકે જવુ ન પડે તે માટે દરેક તાલુકામાં કોર્ટ શરૂ કરવી. એટલુ જ નહી એવું ય નકકી કરાયુ કે ગ્રામ ન્યાયાલય મોબાઈલ કોર્ટ એવી રીતે કામ કરે કે ગામડાઓમા અદાલત ચાલે દિવાની અને ફોજદારી કેસો ચાલે જેથી લોકોને જીલ્લા મથકોની કોર્ટ સુધી જવું ન પડે આજે લાખો કેસ કોર્ટ પેન્ડીંગ છે ત્યારે ભાજપ સરકારે તાલુકા મથકોમાં કોર્ટ શરૂ કરવા આયોજન કર્યું જ નથી, વર્ષ ર૦રર–ર૩ ના બજેટમાં આ મામલે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.
કેન્દ્ર સરકાર ગ્રામ ન્યાયાલય માટે પ્રથમ ત્રણ વર્ષ સુધી દર વર્ષે રૂા. ર૧.ર૦ લાખની ગ્રાન્ટ પણ આપે છે તેમ છતાંય આ ગુજરાતની ભાજપ સરકારે ગ્રાન્ટનો ઉપયોગ પણ કર્યો નથી.
Recent Comments