અમરેલી

ભાજપ સરકાર ગરીબ કલ્યાણ અન્ન યોજનાના નામે ગરીબોની ક્રુર મશ્કરી કરી રહી છે : અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં ભાજપના રાજમાં ગરીબોની સ્થિતી કથળતી જાય છે, દીન પ્રતિદીન  ગરીબોની સંખ્યામાં વધારો થઈ રહયો છે, ગરીબોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે, છેલ્લા ઘણાં સમયથી ભાજપ સરકાર ગુજરાત મોડલ બણગા ફુકી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે, ગરીબ પરીવારના લોકોને મજબુરી વશ રેશનીંગની દુકાને અનાજનો જથ્થો લેવા જવું પડતું હોય છે, ગરીબ લોકોની મજબુરીનો લાભ ભાજપના નેતાઓ ઉઠાવી રહયા છે, ભાજપના પ્રદેશ નેતૃત્વના  આદેશ મુજબ ભાજપના નેતાઓ તથા કાર્યકરોએ ગામે ગામ અને શહેરમાં આવેલી સસ્તા અનાજની દુકાનો ઉપર જઈ જે ગરીબ પરીવારો અનાજનો જથ્થો લેવા આવે તેની સાથે કેસરી ફટકા નાંખીને ભાજપના પોસ્ટરો લગાડીને ફોટા પાડવામાં આવે છે. અને લાભાર્થીઓને ભાજપ સરકારના વખાણ કરવા માટે કહેવામાં આવે છે, અને વખાણનો વિડીયો બનાવીને સોશ્યલ મીડીયામાં પ્રચાર કરવામાં આવે છે, જે ખરેખર શરમજનક બાબત છે, જરૂરીયાત વાળા ગરીબ પરીવારોને મફત કે સસ્તામાં રાશનિંગનો જથ્થો આપવો તે સરકારની પ્રાથમિક ફરજ છે, કોઈ ઉપકાર કરતા નથી માટે આવા ગરીબ માણસોની ભાજપ પક્ષ તથા તેના નેતાઓ દ્રારા ક્રુર મશ્કરી કરવાનું બંધ  કરવામાં આવે નહીતર આવા ગરીબ માણસોની હાય લાગશે.

Related Posts