અમરેલી

ભાજપ સરકાર ગરીબ કલ્યાણ મેળો કરીને ગરીબોની ક્રુર મશ્કરી કરી રહી છે : અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં ભાજપના રાજમાં ગરીબોની સ્થિતી કથળતી જાય છે, દીન પ્રતિદીન ગરીબોની સંખ્યામાં વધારો થઈ રહયો છે, ગરીબોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે, છેલ્લા ઘણાં સમયથી ભાજપ સરકાર ગુજરાત મોડલ બણગા ફુકી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે, જો ગુજરાતના લોકો સધ્ધર થયા હોય તો આવા ગરીબ કલ્યાણ મેળા કરવા પડે નહી ભાજપના રાજમાં ગરીબ કલ્યાણ મેળા કરવા પડે તે સાબિત કરે છે કે ગુજરાત રાજયમાં ગરીબોની સંખ્યામાં વધારો થયો છે, જો ખરેખર ભાજપ સરકારને ગરીબોને ગરીબી માંથી બહાર લાવવા હોય અને આર્થિક રીતે મદદરૂપ થવું હોય તો ગરીબ પરીવારોને સીધી બેંક દ્રારા મદદ કરી શકાય છે, કરોડો રૂપીયાના ખર્ચે ગરીબ કલ્યાણ મેળા કરીને ગરીબોને જાહેરમંચ ઉપર લાવીને ગરીબોની ક્રુર મશ્કરી કરવામાં આવી રહી છે.આવા ગરીબ કલ્યાણ મેળા કરવાથી ગરીબોનો ઉધ્ધાર થવાનો નથી પરંતુ ભાજપનો ઉધ્ધાર થાય છે તથા ગરીબોના કરોડો રૂપીયાનો વેડફાટ ભાજપ પોતાની પબ્લીસીટી કરવા માટે કરે છે.

Follow Me:

Related Posts