ભાજપ સાંસદે નુસરત જહાંની લોકસભા સભ્યતા રદ્દ કરવા સ્પીકરને પત્ર લખ્યો
પશ્ચિમ બંગાળથી સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા નુસરત જહાંના લગ્નનો મુદ્દો હવે લોકસભા સુધી પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંઘમિત્રા મૌર્ય એ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ચિઠ્ઠી લખી છે જેમાં તેમણે નુસરત જહાંની લોકસભા સભ્યતા રદ્દ કરવાની માંગણી કરી છે.
સંઘમિત્રા મૌર્યનું કહેવું છે કે નુસરત જહાંના આચરણ અમર્યાદિત છે, લગ્નના મુદ્દા પર તેમણે પોતાના વોટર્સને દગામાં રાખ્યા છે. સાથો સાથ તેનાથી સંસદની ગરિમા પણ ધૂંધળી થઇ છે.
ભાજપ સાંસદે માંગણી કરી છે કે આ મામલાને સંસદની એથિક્સ કમિટીને મોકલવો જાેઇએ, સાથો સાથ તપાસ કરી નુસરત જહાં પર એકશન લેવું જાેઇએ.
ભાજપ સાંસદે પોતાના લેટરમાં નુસરત જહાં પહેલાં દિવસે સંસદમાં દુલ્હનની જેમ તૈયાર થઇને આવ્યા, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નુસરત જહાંના રિસેપ્શનમાં સામેલ થવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
આપને જણાવી દઇએ કે નુસરત જહાંના લગ્ન શરૂઆતથી જ વિવાદોમાં રહ્યા છે તેણે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. ત્યારે બંગાળના મૌલનાઓએ તેના વિરૂદ્ધ ફતવો કાઢ્યો હતો. સાથો સાથ સંસદમાં સિંદુર લગાવીને પહોંચતા પણ વિવાદ થયો હતો. જાે કે તાજેતરમાં નુસરત જહાં અને નિખિલ જૈનની વચ્ચે બધુ બરાબર ના હોવાના સમાચાર સામે આવ્યા છે.
Recent Comments