ગુજરાત

ભાજપ સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ, યુએન મહેતામાં દાખલ કરાયા

ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ ભાઈ વસાવા કોરોના પોઝીટીવ આવતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.હાલ એમની તબિયત સુધારા પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ભાજપ સાંસદ મનસુખ ભાઈ વસાવા સાથે નર્મદા અને ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો હાજર હોવાનું પણ જાણવા મળ્યું છે.
નર્મદા જિલ્લામાં કોરોના કેહેર વધ્યો છે, કોરોનાના સકાંજામા ભાજપ સાંસદ મનસુખ ભાઈ વસાવા પણ આવી ગયા છે.૪-૫ દિવસ પેહલા મનસુખ ભાઈ વસાવાને સામાન્ય તાવ અને શારીરિક નબળાઈની તકલીફ હતી.એમણે કોરોના રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો એમના સીટી સ્કેન રિપોર્ટમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું હતું.જાે કે તેઓ હોમ કોરોન્ટાઈન જ હતા, પણ ગત ૧૯/૦૫/૨૦૨૧ ના રોજ એમની તબિયતમાં સુધારો ન થતા એમને તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જાે કે હાલમાં એમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

Related Posts