સૌરાષ્ટ - કચ્છ

ભાણવડની પુરુષાર્થ સ્કુલ અને ઘુમલીનું તપોવન વિશ્વ વિદ્યાલય નિઃશુલ્ક બાળકોને ભણાવે છે

ભાણવડની પુરુષાર્થ સ્કૂલ અને ઘુમલીના ગાયત્રી મંદિર પાસે, બરડા ડુંગર પર આવેલું તપોવન સંકુલ, પુરુષાર્થ સ્કૂલ ફેબ્રુઆરી ૨૦૨૨ના ૨૦ વર્ષ પૂરા કરશે. ભીમશીભાઈએ પોતાના પિતાની ખેતીની જગ્યા વેંચીને નાના પાયે ૨૦૦૩માં આ સ્કૂલની શરૂઆત કરી હતી. આજે આ સ્કૂલ અને ભાણવડનું નામ માત્ર ભારતમાં જ નહિ, ભારત બહાર પણ વિસ્તર્યું છે. સિંગાપુર, અમેરિકા અને લંડનના લોકો પણ હવે આ સંસ્થાની મુલાકાત લેવામાં ગૌરવનો અનુભવ કરી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં કામ કરનાર સંચાલક અને શિક્ષકો જાે નિષ્ઠાવાન હોય તો કેળવણીનું અદભૂત કામ થઇ શકે છે. આ સંસ્થામાં દાખલ થાઓ ત્યારે તમને સાચા ગુરૂકૂળના દર્શન થાય, શિક્ષકોમાં સમર્પણ અને વિદ્યાર્થીમાં સંસ્કારોના દર્શન થાય.

એજ પુરૂષાર્થ સ્કુલે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઘુમલીના બરડા ડુંગર પર તપોવનની સ્થાપના કરી. અહીં વિદ્યાર્થીઓને પુસ્તક વગર, શિક્ષક વગર અને પરીક્ષા વગર શિક્ષણ આપવામાં આવે છે. જયારે સૌ કોઈ વિદ્યાર્થીના માર્ક્‌સની ચિંતા કરે છે ત્યારે અહીં વિદ્યાર્થીની પ્રતિભા પ્રમાણે વાતાવરણ પૂરૂં પડાઇ છે અને કેળવણી આપવામાં આવે છે. આજનું શિક્ષણ માત્ર નોકરી લક્ષી બની ગયું છે ત્યારે તપોવનનું આ શિક્ષણ પોતાની આવડત દ્વારા વિદ્યાર્થીઓમાં સમાજને કંઈક આપવાનો ભાવ પ્રગટાવે છે. તપોવનમાં પ્રવેશ મેળવનાર બાળકોની કોઈ ફી લેવામાં આવતી નથી, રહેવા, જમવાનું અને સંપૂર્ણ શિક્ષણ નિઃશુલ્ક અપાઇ છે. ૨ મહિના પહેલા રાજકોટના હેમુગઢવી હોલમાં મોરારીબાપુની નિશ્રામાં એક કાર્યક્રમ યોજાઈ ગયો.

Related Posts