ગુજરાત

ભાદરવી પૂનમે જતાં પદયાત્રીઓને નડ્યો અકસ્માત


અંબાજી ભાદરવી પૂનમના મેળાને વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં માઈ ભક્તો ચાલીને અંબાજી પહોંચી રહ્યા છે. તેવામાં શુક્રવારે સાંજે અંધારામાં હાઈવે પર પગપાળા જતા પદયાત્રીઓને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં ૩ પદયાત્રીના મોત નિપજ્યા છે. રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વાહને રાતના અંધારામાં ૫ લોકોને ટક્કર મારી હતી. જેમાં ૩ ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો ૨ યાત્રી ઘાયલ થયા છે.કોરોના મહામારી બાદ રાજ્યમાં ફરી અકસ્માતોનો સિલસિલો ચાલું થઈ ગયો છે. હાલ ભાદરવી પૂનમના અંબાજીના મેળે માઈ ભક્તો પગપાળા જઈ રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. જેમાં પગપાળા યાત્રીઓને એક અજાણ્યું વાહને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ૩ પદયાત્રીના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અંબાજી નજીક ૫ લોકોને વાહને ટક્કર મારી હતી, જેમાં ૩ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનામાં ભોગ બનનાર ૨ યુવક અને ૧ યુવતીના મોત થયા છે, જેના કારણે તેમના પરિવારજનોમાં માતમની કાલિમા ફેલાઈ છે.

Related Posts