હાલ વરસાદ ખેંચાયો છે છતાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર-૧ ડેમમાં ઓગસ્ટ મહિનાના અંત સુધી ચાલે તેટલું પાણી અકબંધ છે. સામાન્ય રીતે મોસમના વરસાદની શરૂઆત ૧૫ જુનથી ગણાય છે. આ વર્ષે વહેલા ચોમાસાની આગાહીઓ વચ્ચે પણ વરસાદ ખેંચાયો છે. તેવા સંજાેગોમાં જેતપુરની જીવાદોરી સમાન અને રાજકોટનો પાણીનો સ્ત્રોત એવા ભાદર-૧ ડેમમાં હાલ ઓગસ્ટ મહિનાના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ભાદર-૧ ડેમની ઊંડાઈનું લેવલ ૩૪ ફૂટ છે. ભાદર ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહ કરવાની ક્ષમતા ૬૬૪૮ એમસીએફટી છે, ત્યારે હાલ ૧૪૨૯ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે ડેમમાંથી ખેતીને સિંચાઈ માટે દસ પાણ આપવામાં આવેલા હતા. જેમાં ૬ પાણ રવિ પાક માટે, ૨ પાણ ઉનાળુ પાક માટે અને ૨ પાણ કોરવાણ માટે આપવામાં આવેલ હતા.
દરરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ૧૦ એમજીડી એટલે કે મિલિયન ગેલન પર ડે, રાજકોટ રૂડા ૧ એમજીડી અને જેતપુર શહેર ૩.૪૦ એમજીડી. આ ઉપરાંત ખોડલધામ જૂથ યોજના અને અમરનગર જૂથ યોજના અંતર્ગત ૦.૯૩ એમજીડી પાણી ભાદર-૧ ડેમમાંથી દરરોજ ઉપાડે છે. ભાદર ડેમનું હાલના પાણીનું લેવલ જાેતા ભાદર-૧ ડેમ પર આધારિત વિસ્તારોને ઓગસ્ટ મહિનાના અંત સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. પરંતુ જાે હજુ વરસાદ ખેંચાશે તો જળસંકટ ઘેરાવાની શક્યતાઓ પણ રહેલી છે.
Recent Comments