ભાભરની એક પ્રા.શાળાના આચાર્ય રમીલાબેન મકવાણાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત થયો
૫મી સપ્ટેમ્બર એટલે શિક્ષકો માટે જ ગૌરવનો દિવસ નહી, પરંતુ સમગ્ર લોકોનો પ્રેરણાસ્ત્રોત દિવસ ગણાય છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના લાડુલા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નગવાડા ગામના વતની રમીલાબેન ડી. મકવાણાને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ટ્રોફી, શાલ અને રોકડ પુરસ્કાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલા તથા તથા શિક્ષણ સચિવ ર્ડા. વિનોદ રાવ અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ અને શિક્ષણપ્રેમીઓની વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં અમદાવાદ પાલડી ટાગોરહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ વિસ્તાર ભાભર તાલુકાના લાડુલા જેવા નાના ગામમાં રમીલાબેન મકવાણાએ શિક્ષણની સાથે સાથે અનેક લોકોની મદદ કરી છે તેમજ ગામમાં હવાડો, ચબૂતરા, વિધવા મહિલાઓને વિધવા સહાય અપાવવામાં મહત્વનું યોગદાન રહ્યું છે તેમજ કોરોનાના કપરા સમયમાં પોતાના સ્વખર્ચે સમગ્ર ભાભર તાલુકાના તમામ ગામોમાં રસીકરણ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.
Recent Comments