પોપ્યુલર ટીવી શૉ ‘ભાભીજી ઘર પર હૈ’નાં એક્ટર મલખાન એટલે કે દીપેશ ભાન શનિવારે સવારે ક્રિકેટ રમતા પડી ગયો હતો તે બાદ તેને તુરંત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તે શુક્રવારે મોડી રાત્રે તેનાં શોની શૂટિંગ કરી પરત ફર્યો હતો. દીપેશ ‘ભાભીજી ઘર પર હૈ’ માં મલખાન સિંહનો રોલ અદા કરતો હતો. શોનાં આસિસ્ટંટ ડિરેક્ટરે કર્યું કન્ફર્મ- એક્ટરનાં નિધનનાં ખબરની પુષ્ટિ શૉનાં આસિસ્ટંટ ડિરેક્ટર અભિનીતે કરી છે.
સાથે જ શૉમાં ટીકા સિંહનું કિરદાર અદા કરનારા વૈભવ માથુરે પણ કન્ફર્મ કર્યું છે. તેણે કહ્યું કે, ‘હા તે હવે નથી રહ્યો. તેનાં પર હું કંઇ બોલવા ઇચ્છતો નથી કારણ કે મારી પાસે બોલવા માટે કંઇ જ બચ્યું નથી. દીપેશે દિલ્હીથી ગ્રેજ્યુએશન કર્યા બાદ સીધા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધુ હતું. અહીં તેણે એક્ટિંગનો કોર્સ પૂર્ણ કર્યા બાદ તે વર્ષ ૨૦૦૫માં મુંબઇ આવ્યો હતો.
શૉમાં યુવતીઓ સાથે ફલર્ટ કરતો નજર આવતો દીપેશ ભાન રિઅલ લાઇફમાં પરણીત હતો. દીપેશ ભાનનાં લગ્ન મે ૨૦૧૯માં દિલ્હીમાં થયા હતાં. જાન્યુઆરી ૨૦૨૧માં દીપેશ એક બળકનો પિતા બન્યો હતો’ ધણાં કોમેડી શોમાં કામ કરી ચુક્યો છે દિપેશ- આ શૉ પહેલાં એક્ટર ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા’, ‘હ્લૈંઇ’ સહિતનાં ટીવી શોમાં કામ રી ચુક્યો છે. તે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નજર આવી ચુક્યો છે. તેણે વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘ફાલતૂ ઉટપટાંગ ચટપટી કાહીની’માં પણ કામ કર્યું છે. સાથે જ તે આમિર ખાનની સાથે ટી-૨૦ વર્લ્ડ કપની એડવર્ટાઇઝમેન્ટમાં પણ નજર આવ્યો હતો.
Recent Comments