fbpx
રાષ્ટ્રીય

ભારતથી કેટલુ અલગ છે રશિયા, નિયમોથી સમજો ત્યાની લાઇફસ્ટાઇલ કેટલી અલગ છે

રશિયા અને યૂક્રેનમાં સ્થિતિ સામાન્ય નથી. રશિયા તરફથી યૂક્રેન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે અમેરિકા, બ્રિટન અને જાપાને રશિયા પર કેટલાક પ્રતિબંધ લગાવી દીધા છે. રશિયામાં પણ લોકોનું જનજીવન પ્રભાવિત થઇ રહ્યુ છે. સામાન્ય સ્થિતિમાં પણ રશિયાનું જનજીવન અને ત્યાના લોકોની લાઇફસ્ટાઇલ ભારતથી ઘણી અલગ છે. નિયમોને લઇને ત્યાની કેટલીક પરંપરાઓ અને લોકોની ટેવ ભારતથી અલગ છે, જેના વિશે જાણવુ રસપ્રદ હશે.

એવામાં રશિયા અને યૂક્રેન વિવાદ વચ્ચે અમે તમને જણાવી રહ્યા છીએ રશિયા ભારતથી કેટલુ અલગ છે અને અહી હવે લોકો કઇ રીતે રહે છે. આ નિયમ અને પરંપરાઓ વિશે જાણીને તમે ખુદ અંદાજો લગાવી શકો છો કે ત્યા રહેવુ મુશ્કેલ છે કે આસાન.

આઇડી કાર્ડ બતાવવુ જરૂરી

રશિયા માટે કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તો તમારી સાથે આઇડી કાર્ડ જરૂર રાખો. રશિયામાં કેટલાક પબ્લિક પ્લેસ જેવા કે બાર, પબ વગેરેમાં પહેલા આઇડી કાર્ડ બતાવવુ પડે છે અને તે પછી તેમની એન્ટ્રી થાય છે. રશિયામાં કેટલીક જગ્યાએ આઇડી કાર્ડ ચેક કરવામાં આવે છે, માટે સલાહ આપવામાં આવે છે કે ત્યા જ્યારે પણ બહાર નીકળો તો આઇડી કાર્ડ પોતાની પાસે રાખો. જો તમારી પાસે કાર્ડ નથી તો તમારી પર કાર્યવાહી થઇ શકે છે.

જૂતા ઉતારવાની પરંપરા

રશિયામાં જ્યારે પણ લોકો એક બીજાના ઘરે જાય છે તો ઘરમાં અંદર પ્રવેશ કર્યા પહેલા પોતાના જૂતા ઉતારે છે. આ ભારતમાં પણ કેટલાક પરિવારમાં જોવા મળે છે. જ્યારે પણ મહેમાન કોઇના ઘરે જાય છે તો તેના જૂતા ઉતારવા પડે છે અને તે બાદ તેમણે પહેરવા માટે tapochki (એક રીતના ચપ્પલ) આપવામાં આવે છે, જેને પહેરીને ઘરમાં પ્રવેશ કરવાનો હોય છે. સાથે જ કોઇને ઇનવાઇટ કરવામાં આવે છે તો ઘરે ખાલી હાથે નથી જતા અને સાથે ગિફ્ટ લઇ જવી જરૂરી હોય છે.

ઇવન નંબરમાં નથી આપતા ફૂલ

રશિયાના લોકોનું માનવુ છે કે જ્યારે પણ તે કોઇને ફૂલ આપે છે તો ફૂલ ઇવન નંબરમાં નથી હોતા. તે હંમેશા ઓડ નંબરમાં જ ફૂલ આપે છે. માટે તમે રશિયા જાઓ અને કોઇને ફૂલ આપો તો ધ્યાન રાખો કે તમે તેની સંખ્યા ઓડ નંબરમાં જ રાખો. માટે પીળા ફૂલ પણ ત્યા અશુભ માનવમાં આવે છે અને લોકો પીળા ફૂલ માત્ર અંતિમ સંસ્કારના સમયે ઉપયોગ કરે છે.

રાત્રે પૈસાની લેવડ દેવડ નથી થતી

જે રીતે ભારતમાં લોકો કેટલીક માન્યતાઓમાં વિશ્વાસ કરે છે, તેવી રીતે રશિયામાં પણ થાય છે. કહેવામાં આવે છે કે ત્યા જો કોઇના પૈસા આપવાના હોય છે તો પ્રયાસ કરવામાં આવે છે કે તે રાત્રે પૈસાની લેવડ દેવડ ના કરે, માટે રશિયાના લોકો કોઇને પૈસા આપે છે તો સવારના સમયે આપે છે અને રાત્રે પૈસાની લેવડ દેવડ ઓછી કરે છે.

જમીન પર નથી બેસતા

કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે રશિયાના લોકો સીધા જમીન પર બેસવાનું શુભ નથી માનતા. જો તે પિકનિક પર પણ જાય છે તો પાર્કમાં પણ કોઇ કપડુ પાથરીને જમીન પર બેસે છે અને સીધા જમીન પર બેસતા નથી.

સરકારી બિલ્ડિંગની તસવીર ક્લિક નથી કરી શકાતી

રશિયામાં સરાકીર બિલ્ડિંગ જેવી કે પોલીસ સ્ટેશન, મિલિટ્રી ઇંસ્ટાલેશન, આઇએએસ અધિકારીઓની બિલ્ડિંગની તસવીર નથી લઇ શકતા. સામાન્ય રીતે કોઇ ઇનકાર નથી કરતુ પરંતુ પોલીસને શક થવા પર તમારી પૂછપરછ કરી શકે છે.

Follow Me:

Related Posts