fbpx
રાષ્ટ્રીય

ભારતના ઉદ્યોગપતિ ઉદય કોટક દુનિયાના સૌથી ધનવાન બેંકર

ભારતના ઉદ્યોગપતિ ઉદય કોટક દુનિયાના સૌથી ધનવાન બેંકર છે જેમની કુલ સંપત્તિ ૧૬ અબજ ડોલર છે. તેઓ દુનિયાના ૧૨૫માં સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૧.૨૪ અબજ ડોલરનો વધારો થયો છે. ઉદય કોટક મૂળ સ્વરૂપે ગુજરાતના રહેવાસી છે. ૧૯૮૫માં તેમણે ઈન્વેસ્ટમેન્ટ કંપનીને શરૂઆત કરી હતી. આ માટે તેમણે ૩૦ લાખ રૂપિયાની વ્યવસ્થા પોતાના પરિવાર અને મિત્રો પાસેથી કરી હતી. ત્યાર બાદ તેમણે મહિન્દ્રા ગ્રુપ સાથે ભાગીદારી કરી. ઉદય કોટકે ધીમે ધીમે પોતાનો વિસ્તાર વધારીને સ્ટોક બ્રોકિંગ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ, ઈન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડમાં કર્યો.
૨૦૦૩માં તેમને આરબીઆઈ તરફથી બેંકિંગનું લાઈસેન્સ પણ મળી ગયું. જાેકે ઉદય કોટકના અંગત જીવન વિષે ખુબ જ ઓછા લોકો જાણે છે. કોટક બાળપણમાં ક્રિકેટર બનવા માંગતા હતાં. એક દિવસ રમતા રમતા તેમના માથામાં ગંભીર ઈજા થઈ ગઈ જેના કારને તેમને તત્કાળ સર્જરી કરવી પડી. આ ઘટના બાદ તેમણે ક્રિકેટર બનવાનું સપનુ છોડી દીધું અને પારિવારીક બિઝનેસમાં જાેડાઈ ગયા. ત્યાર બાદ તેમણે જમનાલાલ બજાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએનો અભ્યાસ કર્યો. અભ્યાસ પુરો થયા બાદ તેમને ૧૯૮૫માં પોતાની ઈન્વેસ્ટમેન્ટ કંપની ખોલી.
કોરોના મહામારીના કારણે જ્યારે પોતાના દેશને બેંકોની સ્થિતિ નબળી પણ કોટક મહિન્દ્રા બેંકનું પ્રદર્શન અન્ય બેંકોની સરખામણીમાં ઘણું જ સારૂ છે. ઈન્ડસ્ટ્ર્રીના લોકોનું કહેવું છે કે, ઉદય કોટકના નેતૃત્વના કારણે બેંએ ગંભીર સેક્ટરને પણ ક્યારેય છુટ્ટા હાથે લોન નથી આપી. એજ કારણ છે કે, આટલી ગંભીર સ્થિતિમાં પણ તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બેંકે કોરોના મહામારી જેવા સંકટના સમયમાં પણ કેપિટલ ભેગુ કર્યું છે જેથી કરીને રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. તેવી જ રીતે કંપની પર બેડ લોનનો ભાર પણ અન્ય બેંકોની સરખામણીએ ઘણો જ ઓછો છે.

Follow Me:

Related Posts