fbpx
ગુજરાત

ભારતના જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો પ્રથમક્રમે, ગુજરાત પાંચમાક્રમે છે

ભારત સરકારની એક ઇકોનોમિક સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતના જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન ટોચક્રમે છે. આ રાજ્યએ વર્ષોથી તેનું સ્થાન જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્રનો જીડીપી હિસ્સો ૧૪ ટકા જેટલો જાેવા મળે છે. એટલે કે રાજ્યનો સૌથી વધુ જીડીપી ૨૯.૦૮ લાખ કરોડ છે.

બીજાક્રમે ૨૦.૫૪ લાખ સાથે તામિલનાડુ, ત્રીજાક્રમે ૧૭.૦૫ લાખ કરોડ સાથે ઉત્તરપ્રદેશ, ચોથાક્રમે ૧૬.૬૫ લાખ કરોડ સાથે કણર્ટિક અને પાંચમાક્રમે ૧૯.૪૯ લાખ કરોડ સાથે ગુજરાત આવે છે. ભારતના ટોચના પાંચ રાજ્યોનો જીડીપી હિસ્સો ૪૬.૬ ટકા જેટલો વિક્રમી છે, જ્યારે દક્ષિણ ભારતના પાંચ રાજ્યોનો હિસ્સો ૩૦ ટકા થવા જાય છે.

દેશમાં ૩૩મા ક્રમે આંદામાન નિકોબાર આવે છે કે જ્યાં જીડીપી ૦.૦૮૮ લાખ કરોડ છે. ગુજરાત સરકારે તેના બજેટ દસ્તાવેજમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યનો જીએસડીપી ૧૮.૮૪ લાખ કરોડ રહેશે પરંતુ આ ટારગેટ કોરોના સંક્રમણે તોડી નાંખ્યા છે અને તે ૧૫ લાખ કરોડ જેટલો થયો હોવાનું અનુમાન છે. ભારતના ૩૩ રાજ્યોનો કુલ જીડીપી હિસ્સો ૨૦૩.૮૫ લાખ કરોડ જેટલો થવા જાય છે.

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની છે. યુએસનો કુલ જીડીપી ૨૧.૪૪ લાખ કરોડ ડોલર છે જે ચીનની સરખામણીએ બે ગણી છે. જ્યારે ચીનનો જીડીપી ૧૪.૧૪ લાખ કરોડ ડોલર, જાપાનનો ૫.૧૫ લાખ કરોડ ડોલર, જર્મનીનો ૩.૮૬ લાખ કરોડ ડોલર અને ભારતનો ૨.૯૭ લાખ કરોડ ડોલર છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુના ૨૦૨૦ના રિપોર્ટ પ્રમાણે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે.

Follow Me:

Related Posts