રાષ્ટ્રીય

ભારતના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું હ્રદયરોગના હુમલાને કારણે નિધન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યશષપાલ શર્માનું નિધન થયું છે. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. ૧૧ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ પંજાબના લુધિયાણામાં જન્મેલ યશપાલ શર્માએ ૬૬ વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. તેમની પાછળ પત્ની અને ત્રણ બાળકોને છોડી ગયા છે. તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે.

યશપાલ શર્મા ટીમ ઇન્ડિયાના સીલેક્ટર પણ રહી ચૂક્યા છે. યશપાલ શર્મા ૧૯૮૩માં વર્લ્ડકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય પણ હતા. યશપાલ શર્માએ ભારત તરફથી કુલ ૩૭ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે ૩૪ની સરેરાશથી ૧૬૦૬ રન બનાવ્યા હતા. તે જ સમયે, કુલ ૪૨ વનડે મેચમાં યશપાલ શર્માએ ૮૮૩ રન બનાવ્યા હતા.

ટેસ્ટમાં યશફાલે બે સેન્ચુરી અને ૯ હાફ સેન્ચુરી ફટકારી હતી. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોલ ૧૪૦ રન હતો. જ્યારે વનડેમાં યશપાલના નામે ૪ હાફ સેન્ચુરી છે. જાેકે તે વન-ડેમાં એક પણ સેન્ચુરી ફટકારી શક્યા ન હતા. વન-ડેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર ૮૯ રન છે. યશપાલ શર્માએ છેલ્લી ટેસ્ટ મેચ ૧૯૮૩માં અને છેલ્લી વન-ડે ૧૯૮૫માં રમી હતી.

વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સાથે રમનારા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે યશપાલના નિધન પર કહ્યું, ‘સાંભળીને સ્તબ્ધ થઇ ગયો છું અને વાત માનવા તૈયારી નથી કે તેમનુ નિધન થયુ છે. અમે રમતની શરૂઆત પંજાબથી કરી, પછી અમે વર્લ્ડ કપમાં સાથે રમ્યા.’ પૂર્વ કેપ્ટન કપિલ દેવ યશપાલ શર્માના અવસાન પર પોતાના આંસુ રોકી શક્યા ન હતા.
ક્રિકેટર કીર્તિ આઝાદે કહ્યું, ૨૫ જૂને જ મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. તેઓ તે વખતે ખુશ હતા. તેઓ ટીમના સૌથી ફિટ ખેલાડીઓ પૈકીના એક હતા. આજે યશપાલ શર્મા મોર્નિંગ વોક પર ગયા હતા.તેઓ પાછા ફર્યા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. એ પછી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા.

યશપાલ શર્માએ પંજાબ સ્કૂલ તરફથી રમતા ૨૬૦ રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ તે સતત ચર્ચાઓમાં છવાયેલા રહેતા હતા.

૧૯૮૩ ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની જીત સાથે શરૂઆત કરી હતી. આ મેચમાં શર્માએ શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. યશપાલ જ્યારે ક્રિઝ પર આવ્યા ત્યારે ભારતીય ટીમનો સ્કોર ત્રણ વિકેટ પર ૭૬ રન હતો જે ટૂંક સમયમાં પાંચ વિકેટે ૧૪૧ થઈ ગયો હતો.

Related Posts