fbpx
રાષ્ટ્રીય

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર લાંબી વિદેશયાત્રા કરીને અમેરિકા પહોંચ્યા


એર ઇન્ડિયા વનમાં આ બીજાે વિદેશ પ્રવાસ છે અગાઉ પાડોશી બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો. એર ઇન્ડિયા વન પ્લેન પાકિસ્તાનના એર સ્પેસ પરથી ઉડીને વાયા ઇરાન થઇને આગળ વધ્યું હતું. આ વિમાનને અભેદ કિલ્લા સમાન માનવામાં આવે છે. ૯૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકતા વિમાનમાં ઝામર ઇન્સ્ટોલ કરેલું છે જે દુશ્મનની રડાર સિસ્ટમને જામ કરી દે છે. આ વિમાન પર મિસાઇલ હુમલાની પણ કોઇ જ અસર થતી નથી. હવાથી હવામાં પણ ફયૂઅલ ભરી શકાય છે.કોરોના મહામારી આવ્યાના સમય પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર લાંબી વિદેશયાત્રા કરીને અમેરિકા પહોંચ્યા છે. અમેરિકા અને ભારતના ચીન સાથેના તણાવભર્યા સંબંધો અને અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ પછી બદલાયેલા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોદીની મુલાકાત ખૂબજ મહત્વની માનવામાં આવે છે. ભારતના વડાપ્રધાનના અમેરિકાના પ્રવાસ દરમિયાન એક નવો ઇ

તિહાસ સર્જાયો છે. સતત ૧૩ કલાકની મુસાફરી કરીને ભારત થી સીધા અમેરિકા પહોંચનારા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. સામાન્ય રીતે ભારતના પૂર્વ વડાપ્રધાનોએ અમેરિકા જતા ત્યારે જર્મનીના ફ્રેન્કફર્ટમાં રોકાતા હતા. ફેન્કફર્ટ રોકાણ કર્યા પછી અમેરિકા જવા રવાના હતા. છેલ્લે ૨૦૧૯ના ચર્ચિત અમેરિકા પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી પણ ફેન્કર્ફટથી અમેરિકા ગયા હતા. ભારતીય વડાપ્રધાન અમેરિકાના સત્તાવાર પ્રવાસે જાય ત્યારે ફેન્કફર્ટ રોકાણ એક પરીપાટી અને જરુરીયાત બની હતી. જાે કે આ વખતે પી એમ કોઇ પણ સ્થળે રોકાયા વિના સીધા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આટલી લાંબી સળંગ મુસાફરી કરવી એર ઇન્ડિયાના વન પ્લેસ વિમાનના કારણે શકય બની છે. ભારતનું આ વીઆઇપી પ્લેન એરક્રાફટ એર ઇન્ડિયા વન ભારતના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને વિદેશયાત્રાએ લઇ જાય છે. આ વિમાનને ગત વર્ષ ઓકટોબર મહિનામાં એર ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ કોઇ સામાન્ય જહાજ નથી ૪૫૦૦ કરોડની કિંમત ધરાવે છે.તેની સૌથી મોટી ખાસિયત એ છે કે વચ્ચે ફયૂએલ ભરાવ્યા વિના લાંબી યાત્રા કરી શકાય છે. આથી કોઇ પણ સ્થળે રોકાયા વિના ભારતના વડાપ્રધાન અમેરિકા પહોંચી ગયા હતા.

Follow Me:

Related Posts