ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયોદેશનું વિદેશી મુદ્રા ભંડાર ૪.૯૯ બિલિયન ડોલરથી ઘટીને ૫૯૩.૯૦ બિલિયન ડોલર થયું
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (ઇીજીદિૃી મ્ટ્ઠહા ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ)ના સાપ્તાહિક ડેટા અનુસાર, વિદેશી મુદ્રા અસ્કયામતો વિદેશી વિનિમય અનામતનો એક મહત્વપૂર્ણ ભાગ ૮ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઘટ્યો છે. ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી ચલણની અસ્કયામતો યુરો, પાઉન્ડ અને યેન જેવી અમેરિકા સિવાયની કરન્સીમાં ચલણની અસરોને પણ ધ્યાનમાં લે છે. ૮ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઇં૪.૯૯ બિલિયન ઘટીને ઇં૫૯૩.૯૦ બિલિયન થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) એ શુક્રવારે આ જાણકારી આપી છે.
આ અગાઉના અઠવાડિયે દેશની કુલ અનામત ઇં૪.૦૪ બિલિયન વધીને ઇં૫૯૮.૮૯ બિલિયન થઈ ગઈ હતી. ઑક્ટોબર ૨૦૨૧માં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર ૬૪૫ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. ગયા વર્ષે, વૈશ્વિક વિકાસના કારણે દબાણો વચ્ચે, સેન્ટ્રલ બેંકે આ મૂડી અનામતનો ઉપયોગ રૂપિયાના વિનિમય દરમાં થયેલા ઘટાડાને રોકવા માટે કર્યો હતો જેણે વિદેશી હૂંડિયામણ અનામતને અસર કરી હતી. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર, ૮ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડારનો મહત્વનો હિસ્સો વિદેશી ચલણ અસ્કયામતો ઇં૪.૨૬ બિલિયન ઘટીને ઇં૫૨૬.૪૩ બિલિયન થઈ ગઈ છે. ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી ચલણની અસ્કયામતો યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં ચાલની અસરોને પણ ધ્યાનમાં લે છે. સોનાના ભંડારનું મૂલ્ય ઇં૫૫૪ મિલિયન ઘટીને ઇં૪૪.૩૮ અબજ થયું છે.
ડેટા અનુસાર, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (જીડ્ઢઇ) ઇં૧૩૪ મિલિયન ઘટીને ઇં૧૮.૦૬ બિલિયન થયા છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ) પાસે રાખેલ દેશનો ચલણ અનામત ઇં૩૯ મિલિયન ઘટીને ઇં૫.૦૩ બિલિયન થઈ ગયો છે. વિદેશી મુદ્રા ભંડાર ફરી ૬૦૦ અબજ ડોલરના સ્તરથી નીચે આવી ગયો છે. ઓક્ટોબર ૨૦૨૧માં વિદેશી મુદ્રા ભંડાર ઇં૬૪૫ બિલિયનના સ્તરે પહોંચી ગયો હતો. આ પછી, યુક્રેન-રશિયા યુદ્ધ પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો અને રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે વિદેશી મુદ્રા ભંડાર ૫૨૬ અબજ ડોલરના સ્તરે આવી ગયો હતો.
Recent Comments