fbpx
ગુજરાત

ભારતના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરાયો

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ રાજ્યભરના લોકો માટે ફરવા માટેનું ફેવરિટ સ્થળ બની ગયું છે. રાજ્યના જ નહીં પણ દેશભરમાંથી લોકો સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને અલૌકિક કુદરતી સૌંદર્યને નિહાળવા માટે કેવડિયા આવી રહ્યા છે. તેવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ભારતના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન કેટેગરીમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટસીટી-૧નો સમાવેશ કરવામાં આવ્યો છે. ર્ઝ્રહઙ્ઘળ્ દ્ગટ્ઠજં ્‌ટ્ઠિદૃીઙ્મઙ્મીિ નામની આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનમાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી-૦૧ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એકમાત્ર નર્મદા નદી કાંઠે અદ્ભૂત કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું “સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી -૧ “બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ બન્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય મસૂરી, રાજસ્થાનના રાજાશાહી પેલેસ, કોચી અને ભારતના અલગ અલગ પર્યટન સ્થળ પર આવેલ શાનદાર પેલેસો બાદ હવે નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી-૧નો પણ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ઈન્ટરનેશનલ મેગેઝિનમાં ચમક્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત જ નહીં પણ દેશ-વિદેશનાં લોકો માટે લગ્નને યાદગાર બનાવવાનું એક અલૌકિક અને અવિસ્મરણીય ડેસ્ટિનેશન બની રહેશે.

Follow Me:

Related Posts