fbpx
રાષ્ટ્રીય

ભારતની નહીં વિદેશની છોકરીઓને ફસાવી ISIS માં જાેડવામાં આવી, આ કહાની છે કંપાવનારી

હાલ બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ ભારતમાં ભારે ધૂમ મચાવી છે. ફિલ્મને લઈને પોલિટિકલ ડિબેટ્‌સ પણ ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાં તો ફિલ્મને બેન પણ કરી દેવામાં આવી છે, તો કેટલાક રાજ્યો તેને ટેક્સ ફ્રી કરી રહ્યાં છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેરળની મહિલાઓને ઈસ્લામમાં પરિવર્તિત કરીને કુખ્યાત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં ભરતી કરવામાં આવે છે. સુદિપ્તો સેન દ્વારા નિર્દેશિત અને વિપુલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’માં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બલાની અને સિદ્ધિ ઈદનાનીએ અભિનય કર્યો છે. ફિલ્મમાં આરોપ છે કે કેરળમાં ૩૨૦૦૦ મહિલાઓનુ ધર્માંતરણ કરીને તેમને ૈંજીૈંજી શાસિત સીરિયામાં આતંકી સંગઠનમાં સામેલ કરવામાં આવી છે. ફિલ્મનું પ્રારંભિક વર્ણન ૩૨,૦૦૦ મહિલાઓથી બદલીને ચાર મહિલાનું કરવામાં આવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં અદા શર્મા, નિર્દેશક સુદીપ્તો સેન અને નિર્માતા વિપુલ શાહે કહ્યું, “ફિલ્મ સમગ્ર મુસ્લિમ સમુદાયને નહીં પણ માત્ર આતંકવાદીઓને નિશાન બનાવે છે. વિદેશમાંથી, ખાસ કરીને યુકેમાંથી ૈંજીૈંજીની ભરતીના ખતરાને લઈને કેટલાક રિપોર્ટ્‌સ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે શરૂઆતમાં વર્ષ ૨૦૧૩માં જ્યારે સીરિયાથી અહેવાલો આવ્યા હતા કે આઈએસ લડાકુઓના રેન્કમાં કેટલાક ભારતીયો પણ છે, ત્યારે આ આતંકવાદી સંગઠન ભારતીય ગુપ્તચર અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. ‘ધ કેરલા સ્ટોરી’ જેવી જ એક સ્ટોરી બ્રિટનમાંથી સામે આવી છે, જ્યાં ૩ યુવતીઓ પોતાનો દેશ છોડીને ઈસ્લામિક સ્ટેટમાં જાેડાઈ ગઈ હતી. યુકેમાંથી સંભવિત માનવ તસ્કરીના મામલામાં શમીમા બેગમ સૌથી વધુ ચર્ચિત નામ રહ્યું છે. ૨૪ વર્ષીય શમીમા બ્રિટિશ મૂળની જ મહિલા છે, જે ૧૫ વર્ષની નાની ઉંમરમાં જ કટ્ટરપંથી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ ધ લેવન્ટ (ૈંજીૈંન્)માં સામેલ થવા માટે સીરિયા ગઈ હતી. બીજું નામ અમીરા અબ્બાસ અને ત્રીજું નામ કદિજા સુલતાનાનું છે. ત્રણેય ‘બેથનલ ગ્રીન એકેડમી’ (મ્ીંરહટ્ઠઙ્મ ય્િીીહ છષ્ઠટ્ઠઙ્ઘીદ્બઅ)માં અભ્યાસ કરતી હતી. આ ત્રણેયને બેથનલ ગ્રીન ટ્રાયો (મ્ીંરહટ્ઠઙ્મ ય્િીીહ ંિર્ૈ)ના નામથી પણ ઓળખવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૦૧૫માં આ ત્રણેય સીરિયા ભાગી ગઈ હતી. આ ત્રણ યુવતીઓ પહેલા બ્રિટનથી તુર્કી ગઈ હતી અને પછી ઈસ્લામિક સ્ટેટમાં પ્રવેશી ગઈ. શમીમા બેગમે તેમના આવ્યાના ૧૦ દિવસ બાદ જ સાથી ૈંજીૈંન્ સભ્ય સાથે લગ્ન કર્યા અને તેને ત્રણ બાળકો પણ છે. ડેઈલી ટેલિગ્રાફ અનુસાર શમીમા બેગમે ૈંજીૈંન્ના અન્ય સભ્યોમાં પોતાની સારી પ્રતિષ્ઠા બનાવી હતી અને તે અન્ય યુવતીઓને સંગઠનમાં જાેડાવા માટે રાજી કરતી હતી. કહેવામાં આવે છે કે આ ત્રણેય યુવતીઓનું બ્રેઈનવોશ પાકિસ્તાની મૂળની બ્રિટિશ નાગરિક અક્સા મેહમૂદે કર્યું હતું. અક્સા વર્ષ ૨૦૧૩માં ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થઈ હતી અને અલગ-અલગ માધ્યમથી છોકરીઓને આતંકી સંગઠનમાં જાેડાવા માટે પ્રેરિત કરતી હતી.

ફેબ્રુઆરી ૨૦૧૯માં થયેલી લડાઈમાં અક્સા મેહમૂદનું મોત થયું હોવાનું માનવામાં આવે છે.ઈસ્લામિક સ્ટેટમાં દાખલ થયા બાદ આ ત્રણેયના લગ્ન આતંકવાદી સંગઠનના સભ્યો સાથે થયા હતા. બાદમાં ત્રણેય તેમના પતિઓ સાથે ઇસ્લામિક સ્ટેટની ‘રાજધાની’ રક્કા આવી ગયા હતા. બાદમાં અમીરા અને કદીજાના પતિઓનું લડાઈ દરમિયાન મોત થયું હતું, શમીમાનો પતિ હાલ જેલમાં છે. માનવામાં આવે છે કે કદિજાએ ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, આ જ દરમ્યાન તે મે ૨૦૧૮માં એરસ્ટ્રાઈકમાં મૃત્યુ પામી હતી. પતિના મોત બાદ અમીરા બ્રિટન પરત આવવા માંગતી હતી, પરંતુ બ્રિટિશ સરકારે આવું ન થવા દીધું. હાલ તે શું સ્થિતીમાં છે તેની કોઈ પણ માહિતી નથી. શમીમા પણ તેના કેદી પતિથી થોડા જ અંતરે ડિટેન્શન કેમ્પમાં રહે છે. યુકેની સંસદ દ્વારા કરવામાં આવેલી તપાસ અનુસાર એ વાતના પૂરાવા મળ્યા છે કે હાલમાં ઉત્તર-પૂર્વ સીરિયામાં કેમ્પમાં રાખવામાં આવેલી બ્રિટિશ મહિલાઓ અને બાળકોને તેમની ઈચ્છા વિરુદ્ધ ત્યાં લઈ જવામાં આવ્યા છે. લગભગ ૨૦ બ્રિટિશ પરિવારો હજુ પણ ઉત્તર-પૂર્વ સીરિયાના કેમ્પમાં જબરજસ્તી રહે છે. મુખ્યત્વે કુર્દિશ-પ્રભુત્વ ધરાવતા મિલિશિયા દ્વારા સામે આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બાળકો સહિત ૈંજીૈંજીની મહિલાઓની ભરતી ત્યાનાં સભ્યોની જાતીય ઈચ્છા સંતોષવા માટે અને સીરિયા અને ઇરાકમાં આતંકવાદી જૂથના ખિલાફતની આગામી પેઢીને જન્મ આપવા માટે ‘લગ્ન’ કરવા માટે કરવામાં આવે છે.

Follow Me:

Related Posts