અમરેલી

ભારતની બેંકો કેમ કંગાળ થઇ ? RBI નુ તળીયુ સાફ કેમ થયુ ? ધારાસભ્ય પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર

ભારતની બેંકો કેમ કંગાળ થઇ ? RBI નુ તળીયુ સાફ કેમ થયુ ? આ બાબતે નિવેદન કરી ધારાસભ્ય પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રીમનમોહનસિંહજીના કાયઁકાળના માચઁ -૨૦૧૪ સુધીના ૧૦ વષઁમા અને પછીના ત્રણ વષઁ વડાપ્રધાન શ્રીમોદીજીના કાયઁકાળ માચઁ ૨૦૧૭ સુધીમા વિવિધ કોપોઁરેટસ સેકટસઁનુ કેટલુ NPA થયુ તેની વિગત…અને કોની રહેમ નીચે થયુ તેનુ આશાન ગણિત અહિયા આંકડા સાથે છે..માઇનીંગ અને કોલ માચઁ – ૨૦૧૪ સુધીમા ૨,૪૪૨ કરોડ માચઁ – ૨૦૧૭ સુધીમા ૬,૫૧૧ કરોડ પેટ્રોલીયમ અને ગેસ માચઁ – ૨૦૧૪ સુધીમા ૧,૫૫૨ કરોડ માચઁ – ૨૦૧૭ સુધીમા ૬,૨૧૨ કરોડ સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડકટસમાચઁ – ૨૦૧૪ સુધીમા ૩,૨૨૬  કરોડ માચઁ – ૨૦૧૭ સુધીમા ૧૬,૯૪૬ કરોડ બેઝીક મેટલ અને તેની પ્રોડકટસમાચઁ – ૨૦૧૪ સુધીમા ૨૮,૨૧૦ કરોડ માચઁ – ૨૦૧૭ સુધીમા ૧,૮૯,૫૪૦ કરોડ આયનઁ અને સ્ટીલ માચઁ – ૨૦૧૪ સુધીમા ૨૦,૯૬૭  કરોડ માચઁ – ૨૦૧૭ સુધીમા ૧,૭૪,૭૬૩ કરોડ કન્સ્ટ્રકશન માચઁ – ૨૦૧૪ સુધીમા ૪,૫૩૦  કરોડ માચઁ – ૨૦૧૭ સુધીમા ૨૦,૩૯૦ કરોડ પાવર માચઁ – ૨૦૧૪ સુધીમા ૫,૨૨૮  કરોડ માચઁ – ૨૦૧૭ સુધીમા ૨૭,૭૯૨ આમ કુલ શ્રી મનમોહનસિહજીની સરકારે સતા છોડી ત્યારે ભારતની બેન્કોનુ કુલ કોપોઁરેટસ NPA ૧,૪૮,૭૪૫ કરોડ હતુ, જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજીએ સતા સંભાળી અને માચઁ -૨૦૧૭ સુધીના માત્ર ૩ વષઁમા બેન્કોનુ NPA ૫,૨૫,૮૯૮ કરોડ રુપિયા થયુ… ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરમિત્રો આ સીધુને સટ સમજાય એવુ છે કે દેશની અને ખાસ કરીને બેન્કોની કથળવાની શરુઆત કયારથી અને કેમ થઇ ? અહિયા આપણે યાદ કરીએ કે નોટબંધીના ખુબ ગાણા ગાયા હતા, અધોગિત આંબી ગઇ છે છતાં નિષ્ફળ પગલાના ઉત્સવો ઓછા નથી થતા….પરંતુ આજે ભાજપા સરકારે બરબાદીના પગલા તરીકે નોટબંધીની પાંચમી પાંચમ ઉજવી રહી છે….પરંતુ કયાય અવાજ ન આવ્યો… શ્રી ઠુંમરમુખ્ય ચાર લોન સેકટર છે તે પૈકી કૃષિને જોવાનો નજરીયો ભાજપાના સમગ્ર પરિવારને નિષ્ઠુર અને ક્રુર રહ્યો છે તે સૌ જાણે છે , એ કાગળ પર પણ તેમની માનસિકતા અહિયા ખુલ્લી દેખાય છે.. શ્રી ઠુમ્મર✔️ઇન્ડસ્ટ્રીયલ ✔️ સવિઁસ✔️ખેતીવાડી ✔️પસઁનલ  દેશમા ખેતીવાડી લોનનો માત્ર ૧૧ % હિસ્સો છે તેના ઉપર ૬૦ % લોકો રોજગારી મેળવે અથવા નભે છે અને બેન્કોની લોન લેનાર પૈકીના એવા આશરે ૧.૮૦ કરોડ ખેડુતો છે કે જેમને લોન ભરપાઇ ન કરી શકવાને કારણે બેંકે તેની જમીન,પશુ, ઓજાર કે મકાન બેન્કે જપ્તી કયાઁ છે, જ્યારે બીજી તરફ કોપોઁરૈટસના ૫,૨૫,૮૯૮ કરોડ રુપિયા એક કલમને ઝાટકે માફ કરવામા આવે છે…ઉપરાંત કરોડો રુપિયાની લોન જેમની માફ કરી તેમને નવી લોન પણ આરામથી મળે તેવી મોદી સરકાર તેમના માટે લાલ ઝાજમ પાથરે છે , જયારે આ બાજુ તે ખેડુતો જીવનભર બેંકનુ પગથીયુ ચડવુ વજીઁત બને છે… શ્રી ઠુંમરબેંકોની સંખ્યા ૨૧ , ૧૮ અને હવે ૧૨ કરી આમ બેંકોની સંખ્યા ઘટાડવાથી આથિઁક ભારણ ઓછુ ન થાય તે હાડઁવકઁ કરનારને કોણ સમજાવે…… મિત્રો દેશની બરબાદી કે અધોગતિના કારણોની સંખ્યા એક છે અને તેનો ઇરાદો પણ આ એક જ છે…..આશા કરીએ કે આપણી સમજદારી વધુ જાગૃત થાય…. વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય

Related Posts