fbpx
રાષ્ટ્રીય

ભારતની રાજધાની દિલ્હીમાં ગોડાઉનની દીવાલ ધરાશાયી થતા પાંચના મોત

દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક ગોડાઉનની દીવાલ પડી જવાથી પાંચ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. દિલ્હી પોલીસે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. જાણકારી પ્રમાણે ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરની ટીમ હાજર છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે દીપાલ પડ્યા બાદ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા, જેમાંથી પાંચ લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. દુર્ઘટના બાદ ત્યાં ભાગદોડનો માહોલ જાેવા મળ્યો હતો. ઈજાગ્રસ્તોને રાજા હરિશચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ સ્થળ પર હાજર છે. જાણવા મળી રહ્યું છે કે જે ગોડાઉનમાં દીવાલ પડી છે ત્યાં આશરે ૨૫ જેટલા લોકો કામ કરી રહ્યાં હતા. દુર્ઘટના બાદ કાટમાળને હટાવવા માટે જેસીબી મશીન લગાવવામાં આવ્યું છે. સ્થાનીક લોકો બચાવ કાર્યમાં મદદ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી કેજરીવાલે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે જિલ્લા તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગ્યું છે અને તે ખુદ આ ઘટના પર નજર રાખી રહ્યાં છે. કેજરીવાલે ટ્‌વીટ કર્યુ- અલીપુરમાં દુખદ દુર્ઘટના થઈ.

જિલ્લા તંત્ર રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યું છે. હું સ્વંય ઘટના પર નજર રાખી રહ્યો છું. દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરૂ છું. દિલ્હી પોલીસે કહ્યું- અલીપુરમાં એક ગોડાઉનની દીવાલ ધરાશાયી થવાને કારણે ૫ લોકોના મોત થયા છે અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યાં છે. કેટલાક અન્ય લોકો ફસાયાની આશંકા છે, જેને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

Follow Me:

Related Posts