fbpx
રાષ્ટ્રીય

ભારતની વિદેશી સંપત્તિમાં ૬ મહિનામાં સૌથી મોટો ઘટાડો, કુલ ૬૦,૦૦૦ કરોડનો ફટકો પડ્યો

ભલે ભારત એશિયામાં સૌથી વધુ વિદેશી ચલણ ધરાવતો દેશોમાંનો એક છે, પરંતુ આ વખતે જે આંકડા સામે આવ્યા છે તે ભારત સરકારને ચોક્કસ ટેન્શન આપી શકે છે. ભારતનું વિદેશી હૂંડિયામણ બે મહિનામાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ વખતે ફોરેક્સ રિઝર્વમાં ૬ મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. એક જ ઝાટકે ભારતની વિદેશી સંપત્તિમાં ૬૦ હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. આ આંકડો ૧૮ ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહ ને અનુલક્ષીને આપવામાં આવ્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે આ સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ કેટલો ઘટાડો થયો છે. ૧૮ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી હૂંડિયામણ ઇં૭.૨૭૩ અબજ એટલે કે રૂ. ૬૦ હજાર કરોડથી વધુ ઘટીને ઇં૫૯૪.૮૯ અબજ પર આવી ગયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતનું વિદેશી હૂંડિયામણ બે મહિનાના નીચલા સ્તરે છે અને તેમાં ૬ મહિનામાં સૌથી મોટો ઘટાડો જાેવા મળ્યો છે. ગયા અઠવાડિયે, ફોરેક્સ રિઝર્વ ઇં૭૦૮ મિલિયન વધીને ઇં૬૦૨.૧૬ બિલિયન થયું હતું. ઑક્ટોબર ૨૦૨૧માં, દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર ૬૪૫ બિલિયન યુએસ ડૉલરની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. ગયા વર્ષે વૈશ્વિક બજારમાં ઘણી ઉથલપાથલ જાેવા મળી હતી. જેના કારણે રૂપિયામાં ઘટાડો થવા લાગ્યો હતો. જેને રોકવા માટે ઇમ્ૈં ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે તે ઘટવા લાગ્યું. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર, ૧૮ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી અસ્કયામતો, જે વિદેશી હૂંડિયામણનો મહત્વનો ભાગ છે, ઇં૬.૬૧ બિલિયન ઘટીને ઇં૫૨૭.૭૯ બિલિયન થઈ ગઈ છે. ગોલ્ડ રિઝર્વની વાત કરીએ તો તેનું મૂલ્ય ઇં૫૧૫ મિલિયન ઘટીને ઇં૪૩.૮૨ બિલિયન થયું છે. ડેટા અનુસાર, જીડ્ઢઇ ઇં ૧૧૯ મિલિયન ઘટીને ઇં ૧૮.૨૦ બિલિયન થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં, ૈંસ્હ્લ પાસે રાખવામાં આવેલ દેશનું ચલણ અનામત ઇં૨૫ મિલિયન ઘટીને ઇં૫.૦૭ બિલિયન થયું છે.

Follow Me:

Related Posts