fbpx
રાષ્ટ્રીય

ભારતની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-૫ના સફળ પરીક્ષણથી ચીન દંગ રહી ગયું

ભારતની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-૫ના સફળ પરીક્ષણથી ચીન સ્તબ્ધ થઈ ગયું છે. ડ્રેગન આને ભારતની મોટી ઉપલબ્ધિ માની રહ્યો છે, પરંતુ સાથે જ તે એ પણ કહી રહ્યો છે કે તે કોઈ દેશ કે તેના હથિયારોથી ડરતો નથી. ચીનની નારાજગીનો અંદાજ તેના તાજેતરના નિવેદન પરથી લગાવી શકાય છે, જેમાં અરુણાચલ પ્રદેશને લઈને પણ વાહિયાત વાતો કહેવામાં આવી રહી છે. ભારતે સોમવારે અગ્નિ-૫ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું અને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ૈંઝ્રમ્સ્) ધરાવતા અગ્રણી દેશોમાં પોતાનો સમાવેશ કર્યો.

આ મિસાઈલ મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (સ્ૈંઇફ) ટેકનોલોજીથી સજ્જ છે. દેશની આ સિદ્ધિને પશ્ચિમી મીડિયાએ ચીન અને પાકિસ્તાન માટે ચેતવણી ગણાવી છે. ચીન આ વાત પચાવી શકતું નથી. ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા માં કહેવામાં આવ્યું છે કે ભારતે અગ્નિ-૫ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે, જેની રેન્જ ૫ હજાર કિમી સુધી છે. ચીનના નિષ્ણાતોએ તેને આક્રમક ગણાવ્યું છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે અગ્નિ-૫નું સફળ પરીક્ષણ સૂચવે છે કે ભારતે લાંબા અંતરના શસ્ત્રોના ક્ષેત્રમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. સિંઘુઆ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટેજી ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કિઆન ફેંગે કહ્યું કે પશ્ચિમી મીડિયા ચીનને ભારતનો કાલ્પનિક દુશ્મન માને છે. એટલા માટે ભારતનો ઉદ્દેશ્ય ચીન પર મિસાઈલ કવરેજ હોવાનું કહેવાય છે.

ચીનના નિષ્ણાતોનું કહેવું છે કે ચીન પોતાના મુદ્દા પર અડીખમ છે કે તે દેશના સંરક્ષણ અને સાર્વભૌમત્વ માટે વ્યૂહાત્મક શસ્ત્રો સહિત સૈન્ય ટેકનોલોજી વિકસાવે છે. ભારત કે અન્ય કોઈ દેશ સાથે શસ્ત્ર સ્પર્ધામાં સામેલ થવાનો તેનો કોઈ ઈરાદો નથી. કિઆન ફેંગે કહ્યું કે અલબત્ત અમે હથિયારોની રેસમાં સામેલ નથી, પરંતુ અમે કોઈપણ દેશના હથિયારો કે તેના કહેવાતા સૈન્ય દબાણથી ડરતા નથી. પીએમ મોદીની તાજેતરની અરુણાચલ મુલાકાતથી ચીન પણ નારાજ છે. ગયા અઠવાડિયે પીએમની મુલાકાત બાદ ચીને વાંધો વ્યક્ત કર્યો હતો, નવી દિલ્હીએ ચીનના આ તમામ વાંધાઓને ફગાવી દીધા હતા. સોમવારે અગ્નિ-૫ મિસાઈલના પરીક્ષણ બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને ઝંગનાનને ચીનનો વિસ્તાર ગણાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ચીનની સરકારે અરુણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી. પીએમ મોદીની મુલાકાત પછી પણ ચીને આવા જ નિવેદન આપ્યા હતા, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો.

Follow Me:

Related Posts