ભારતમાં કઈ Corona Vaccineઆપવામાં આવી? અને તે કઈ કંપનીએ બનાવી?.. જાણો
કોરોના વાયરસથી બચવા માટે વપરાતી વેક્સીનની આડ અસરના તમામ દાવાઓ વચ્ચે ર્ઝ્રદૃૈજરૈીઙ્મઙ્ઘ દૃટ્ઠષ્ઠષ્ઠૈહી બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. કંપનીએ કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીની આડઅસર થઈ શકે છે. જાે કે, કંપનીનો દાવો છે કે આવી આડઅસરોના કેસોની સંખ્યા ઘણી ઓછી છે. ત્યારે એ જાણી લઈએ કે ભારતમાં કઈ કઈ કોરોના વેક્સિન આપવામાં આવી હતી અને કઈ કંપનીએ કઈ બનાવી હતી. કોરોના મહામારી સામે લડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ શરીરને કોરોના પ્રૂફ બનાવવા માટે લોકો પાસે રસી જ એકમાત્ર વિકલ્પ હતો.
માત્ર ભારત જ નહીં વિશ્વની તમામ સરકારોએ શક્ય તેટલા વધુ લોકોને રસી આપવાનો આગ્રહ કર્યો. ભારતમાં રસીના ૨૦૦ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ૧૪૪ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં રસીકરણ ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી શરૂ થયું. કોરોના સામેની લડાઈમાં લોકોને જે પહેલું હથિયાર મળ્યું તે કોવિશિલ્ડના રૂપમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી હતી. તે ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી હતી. આ પહેલી રસી હતી, જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. શરૂઆતમાં કોવિશિલ્ડના બે ડોઝની જરૂર હતી. બાદમાં બૂસ્ટર ડોઝ પણ આપવાનું શરૂ થયું.
કોવિશિલ્ડ પછી જે રસી ચર્ચામાં હતી તે કોવેક્સિન હતી. તે દેશમાં જ બનાવવામાં આવતી હતી. ભારત બાયોટેકે આ રસી બનાવી છે. કોવેક્સિનનો સમાવેશ રોગપ્રતિકારક શક્તિ સાથે કરવામાં આવ્યો છે. તેને રસી સહાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના બે ડોઝ ૨૮ દિવસના અંતરે આપવામાં આવે છે. રસીને જુલાઈ ૨૦૨૦માં ૨ તબક્કાના હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે ડ્ઢઝ્રય્ૈં મંજૂરી મળી હતી. ભારતે પણ ઘણા દેશોમાં કોરોનાની રસી મોકલી છે. કેનેડા, યુરોપ અને બાંગ્લાદેશ જેવા દેશોના લોકોને ભારત દ્વારા મોકલવામાં આવેલી રસી આપવામાં આવી છે.
આ સિવાય ભારતના લોકોને બીજી કઈ રસી મળી?..જે વિષે જણાવીએ, રશિયાની રસી સ્પુટનિક-દૃ પણ આપવામાં આવી હતી. તેને ભારતમાં ડો.રેડ્ડીઝ લેબ દ્વારા બનાવવામાં આવી છે. કોવિશિલ્ડ પછી, દેશમાં મંજૂર થનારી આ બીજી વિદેશી રસી હતી. રશિયા દ્વારા ઓગસ્ટ ૨૦૨૦માં કટોકટીના ઉપયોગ માટે સ્પુટનિક-દૃને મંજૂરી આપવામાં આવી હતી. આ કોરોના સામે મંજૂર થયેલી વિશ્વની પ્રથમ રસી છે. ભારતમાં ચોથી કોરોના રસી મોડર્નાની હતી. આ એક અમેરિકન કંપની છે. તેની રસીનું નામ સ્પાઇકવેક્સ છે. મોડર્ના રસીને પણ બે ડોઝની જરૂર પડે છે અને પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ૪ અઠવાડિયાનું અંતર રાખવામાં આવે છે. ફાર્માસ્યુટિકલ ઉત્પાદક ઝાયડસ કેડિલાની રસી પણ ભારતમાં આપવામાં આવે છે. તેની રસીનું નામ ઢઅર્ઝ્રફ-ડ્ઢ છે.
Recent Comments