fbpx
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાના દૈનિક પોઝિટિવિટી રેટ ૭ ટકાને પાર

દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૧,૫૦,૮૭૭ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૬,૦૭૪ પર પહોંચ્યો છે. ભારતમાં કોરના કેસમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૮૬૬ નવા કેસ નોંધાયા છે અને ૪૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ૧૮,૧૪૮ લોકો સાજા થયા છે. એક્ટિવ કેસ ૧.૫૦ લાખ થયા છે. જ્યારે દૈનિક પોઝિટિવીટ રેટ ૭.૦૩ ટકા થયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૧,૫૦,૮૭૭ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૬,૦૭૪ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૩૨,૨૮,૬૭૦ લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ ૨૦૨, ૧૭,૬૬,૬૧૫ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૮૨,૩૯૦ ડોઝ ગઈકાલે અપાયા હતા.

Follow Me:

Related Posts