નેશનલ કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૨૫ ટકા રહ્યો છે. જે માર્ચ, ૨૦૨૦ પછીનો સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવ રેટ ૦.૯૦ ટકા રહ્યો છે. જે છેલ્લા ૩૭ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૨૦ ટકા રહ્યો છે. જે છેલ્લા ૪૭ દિવસથી બે ટકાની નીચે રહ્યો છે. અત્યાર સુધી વેક્સિનના અપાયેલા ડોઝની સંખિયા ૧૦૯.૬૩ કરોડને પાર થઇ ગઇ છે. કોરોનાને કારણે અત્યાર સુધી કુલ ૪,૬૧,૮૪૯ લોકોનાં મોત થયા છે. આજે થયેલા ૪૬૦ મોત પૈકી ૩૮૪ કેરળમાં અને ૨૭ મોત મહારાષ્ટ્રમાં થયા છે. આ દરમિયાન ભારત બાયોટેકના એમડીકૃષ્ણ એલ્લાએ જણાવ્યું છે કે કોવિડ-૧૯નો બૂસ્ટર ડોઝ લેવાનો આદર્શ સમય બીજા ડોઝના છ મહિના પછીનો છે. મધ્ય પ્રદેશના સિહોરે જિલ્લામાં કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના ૪૮ કલાકની અંદર ૧૯ વર્ષના યુવકનું મોત થયું હતું. ભોપાલમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ(એઇમ્સ)માં પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા પછીમોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૪૬૬ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૩,૮૮,૫૭૯ થઇ ગઇ છે ે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૯,૬૮૩ થઇ છે. જે ૨૬૪ દિવસના સૌથી ઓછા કેસ છે. જાે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૪૬૦ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૬૧,૮૪૯ થઇ ગઇ છે. સળંગ ૩૩મા દિવસે કોરોનાના નવા કેસ ૨૦,૦૦૦ની નીચે રહ્યાં છે. જ્યારે સળંગ ૧૩૬મા દિવસે કોરોનાના નવા કેસ ૫૦,૦૦૦ની નીચે નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૯૫૫નો ઘટાડો થયો છે.
Recent Comments