ભારતમાં ગંભીર રોગોની સારવારમાં વપરાતી દવાઓની કિંમતમાં ઘટાડો કરાશે
કેન્દ્રની મોદી સરકાર સામાન્ય અને ગંભીર રોગોની સારવારમાં વપરાતી આવશ્યક દવાઓની કિંમતમાં ઘટાડો કરવા વિચારી રહી છે. તેની સત્તાવાર જાહેરાત ૧૫ ઓગસ્ટે થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ અંગે વિભાગ સાથે ચર્ચા કરી છે, ત્યારબાદ અંતિમ ર્નિણય લેવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી પીડિત દર્દીઓને આગામી દિવસોમાં મોટી રાહત મળી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. આ રોગોને લગતી કેટલીક દવાઓની કિંમત ઘણી વધારે હોય છે. સરકાર આનાથી ચિંતિત છે અને તેમના ભાવને નિયંત્રિત કરવા માંગે છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ૨૬ જુલાઈએ ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી છે. ઘણી દવાઓ પર ટ્રેડ માર્જિન ૧૦૦૦ ટકાથી વધુ છે. હાલમાં, ડ્રગ રેગ્યુલેટર દ્ગઁઁછએ ૩૫૫ દવાઓની કિંમત પર મર્યાદા મૂકી છે. આ દવાઓ દ્ગન્ઈસ્ માં સામેલ છે. આ દવાઓનું ટ્રેડ માર્જિન જથ્થાબંધ માટે ૮ ટકા અને છૂટક વિક્રેતાઓ માટે ૧૬ ટકા છે. જાે સરકારના આ પ્રસ્તાવનો અમલ થશે તો દવાઓની કિંમતમાં ૭૦ ટકાનો ઘટાડો થશે.
વિભાગ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં ફેરફાર કરી રહ્યું છે. તે ૨૦૧૫ માં બદલવામાં આવ્યું હતું. આમાં, આવી દવાઓના ઊંચા માર્જિન પર કેપ લાદવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેનો દર્દીઓ લાંબા સમય સુધી ઉપયોગ કરે છે. જાે કે, ફાર્મા કંપનીઓ યુરેનની દવાઓના ભાવ વધારવા માટે સ્વતંત્ર છે, જે સરકારના સીધા ભાવ નિયંત્રણની બહાર છે. કંપનીઓ આ દવાઓની કિંમતમાં વાર્ષિક ૧૦ ટકા સુધીનો વધારો કરી શકે છે.
Recent Comments