fbpx
રાષ્ટ્રીય

ભારતમાં જૂન મહિનાની શરૂઆતથી કોરોના કેસમાં સતત વધારો

ભારતમાં જૂન મહિનાની શરૂઆતથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૧૭,૦૭૩ નવા કેસ અને ૨૧ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો ૯૪ હજારને પાર થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૯૪,૪૨૦ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૯૯૯પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૭,૮૭,૬૦૬ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૭,૧૧,૯૧,૩૨૯ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે ૨,૨૪૯,૬૪૬ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણશરૂ થયું હતું.

Follow Me:

Related Posts