ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (આઈટી) મંત્રાલય ટૂંક સમયમાં જ ટેલિગ્રામ દ્વારા થતી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જેમ કે મની લોન્ડરિંગ, ડ્રગ હેરફેર અને પીડોફિલિક સામગ્રીની વહેંચણી પર ગૃહ મંત્રાલયને તેની ભલામણો મોકલશે. આઈટી મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર મંત્રાલય વિવિધ ગેરકાયદેસર ગતિવિધિઓને લઈને ટેલિગ્રામ પર નજર રાખી રહ્યું છે. ગેરકાયદેસર ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને સરકારે આ ર્નિણય લીધો છે. તેની સામે મોટી સંખ્યામાં ફરિયાદો પણ મળી છે, જ્યારે દેશમાં નોંધાયેલા તમામ કેસોમાં તેના ઉપયોગનો ડેટા પહેલેથી જ ઉપલબ્ધ છે.
તાજેતરમાં જ ફ્રાન્સે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની ધરપકડ કરી છે. ફ્રાન્સની સરકારે રશિયન મૂળના દુરોવ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે, જે સાબિત થાય તો ૨૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. ભારત સરકાર પણ ટેલિગ્રામ સામે એક્શન મોડમાં આવી છે. કેન્દ્ર સરકાર દુરોવના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. જાે કાર્યવાહી દરમિયાન સરકારને યોગ્ય લાગે તો ટેલિગ્રામ એપને ભારતમાં પણ પ્રતિબંધિત કરી શકાય છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (ૈં૪ઝ્ર), જે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે અને ૈં્ મંત્રાલય ટેલિગ્રામના વ્યક્તિ-વ્યક્તિના સંચાર પર નજર રાખે છે. માહિતી આપતા અધિકારીએ કહ્યું કે દેશમાં ટેલિગ્રામ એપના ૫૦ લાખથી વધુ નોંધાયેલા યુઝર્સ છે. અગાઉ શંકાસ્પદ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હવે આ એપ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટેલિગ્રામ સહિત કેટલાક અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તરીકે ઉભરી આવ્યા છે. સાયબર ગુનાઓ અને તેના દ્વારા ગેરકાયદેસર ઓનલાઈન જુગારને કારણે ભારતીયોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આમાં ઓનલાઈન જુગાર અને સાયબર ક્રાઈમનો પણ સમાવેશ થાય છે, જ્યારે ગૃહ મંત્રાલયે આ એપને લઈને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો છે, જે બેઠક બાદ મોકલવામાં આવશે. ટેલિગ્રામ તાજેતરમાં ેંય્ઝ્ર-દ્ગઈઈ્ વિવાદને લઈને સમાચારોમાં હતું. મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામનું પ્રશ્નપત્ર આ એપ દ્વારા લીક થયું હતું અને તેને ટેલિગ્રામ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેટફોર્મ પર પેપર ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યું હતું.
ૈં૪ઝ્ર અને ૈં્ મંત્રાલય દ્વારા જે ઉલ્લંઘનોની તપાસ કરવામાં આવી રહી છે તે માહિતી ટેકનોલોજી (ૈં્) નિયમો સાથે સંબંધિત નથી. કારણ કે ટેલિગ્રામ ૈં્ નિયમોનું સીધું ઉલ્લંઘન નથી કરી રહ્યું, પરંતુ તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશેની માહિતી પણ શેર કરી રહ્યું નથી, જે ભારતમાં ગેરકાયદે છે. હકીકતમાં, ૈં્ નિયમો હેઠળ, ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મને નોડલ અધિકારી અને મુખ્ય અનુપાલન અધિકારીની નિમણૂક કરવા અને માસિક અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા જરૂરી છે, જે તે પૂર્ણ કરી રહ્યું છે. ટેલિગ્રામ એપ સાથે વ્યવહાર કરવામાં સરકાર જે મુશ્કેલીનો સામનો કરી રહી છે તે એ છે કે આ એપ ભારતમાંથી ચાલતી નથી. આ પહેલીવાર નથી જ્યારે ટેલિગ્રામને ભારતમાં તપાસનો સામનો કરવો પડ્યો હોય. ગયા વર્ષે ઑક્ટોબરમાં, ૈં્ મંત્રાલયે ટેલિગ્રામ અને કેટલીક અન્ય સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પરથી ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ કન્ટેન્ટ (ઝ્રજીછસ્) દૂર કરવા માટે સૂચના આપી હતી.
Recent Comments