ભારતમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, ભારતમાં કોરોના કારણે ૪ લોકોના મોત થયા
કોરોના વાયરસે ફરી એકવાર ટેન્શન વધાર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૦૫ નવા દર્દીઓ સામે આવ્યા છે. તે જ સમયે, છેલ્લા ૭ દિવસમાં, વિશ્વમાં ૬.૫૭ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન ૪,૩૩૮ લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસના કારણે ૪ લોકોના મોત થયા છે. આ ચાર મૃત્યુમાંથી ૩ ઉત્તર ભારતના છે. જેમાં ભારતમાં કુલ કેસ ૨૭ માર્ચના દિવસ – ૧૦૩૦૦, ૨૬ માર્ચ – ૯૪૩૩ અને ૨૫ માર્ચ – ૮૬૦૧ હતા. ક્યાં કેટલા કેસ?જાે તે જાણવું હોય તો કેરળમાં સૌથી વધુ ૨૪૭૧ કેસ હતા.
ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૨૧૧૭ કેસ, ગુજરાતમાં કેસોની વાત કરીએ તો ૧૬૯૭ કેસ, કર્ણાટકમાં ૭૯૨ કેસ, તમિલનાડુમાં ૬૦૮ કેસ અને દેશની રાજધાની દિલ્હીમાં ૫૨૮ કેસો નોધાયા. છેલ્લા ૨૪ કલાકમાં જે રાજ્યોમાંથી મૃત્યુ નોંધાયા છે તેને જાેતા એવું લાગે છે કે દક્ષિણ અને મધ્ય ભારત બાદ હવે ઉત્તર ભારતમાં પણ કોરોના વાયરસનો દબદબો જાેવા મળી રહ્યો છે. યુપી, ચંદીગઢ, હિમાચલ અને ગુજરાતમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. એટલે કે ૪ મૃત્યુ. જાે છેલ્લા ત્રણ વર્ષમાં અત્યાર સુધીના કુલ કેસોની વાત કરીએ તો યુએસએ (૧૦૬,૧૦૨,૦૨૯) પછી ભારતમાં (૪૪,૭૦૫,૯૫૨) કોરોના દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. પરંતુ હાલમાં વિશ્વમાં દરરોજ નવા કેસ પર નજર કરીએ તો ભારત સાતમા નંબરે આવે છે.
છેલ્લા ૨૪ કલાકના આંકડા મુજબ પ્રથમ નંબર પર.. રશિયા – ૧૦,૯૪૦ કેસ, બીજા ક્માંકે દક્ષિણ કોરિયા – ૯,૩૬૧ કેસ, ત્રીજા ક્રમાંકે જાપાન – ૬,૩૨૪ કેસ, ચોથા ક્રમાંકે ફ્રાન્સ – ૬,૨૧૧ કેસ, પાંચમાં ક્રમાંકે ચિલી – ૨,૪૪૬ કેસ, છઠ્ઠા ક્રમાંકે ઑસ્ટ્રિયા – ૧,૮૬૧ કેસ અને સાતમાં ક્રમાંકે ભારત – ૧,૮૦૫ કેસો છે. હાલમાં, ભારતમાં દૈનિક પોઝીટીવીટી ૦.૦૮ ટકા છે અને વીકલી હકારાત્મકતા દર ૦.૦૮ ટકા છે.
જાે કે ચીને હજુ સુધી કોઈ વિશ્વસનીય ડેટા શેર કર્યો નથી, પરંતુ ઉૐર્ં અનુસાર, ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૯ મિલિયન સુધી પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં ૧૨૦,૭૭૫ લોકોના મોત થયા છે. ચીનમાં છેલ્લા સાત દિવસમાં ૫૪,૪૪૯ લોકોમાં વાયરસ નોંધાયો છે. છેલ્લા સાત દિવસમાં વિશ્વભરમાં કોરોનાના ૬.૫૭ લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા સાત દિવસમાં ૪,૩૩૮ લોકોના મોત થયા છે.
Recent Comments